મહારાષ્ટ્રમાં વધુ કડક નિયંત્રણો સાથે હવે સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરતા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે

22 April 2021 11:51 AM
India Maharashtra
  • મહારાષ્ટ્રમાં વધુ કડક નિયંત્રણો સાથે હવે સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરતા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે

આવતીકાલે રર એપ્રિલ રાત્રે ૮ વાગ્યાથી ૧ મે સવારે ૭ વાગ્યા સુધી રહેશે કડક નિયંત્રણો

મુંબઈ:
મહારાષ્ટ્ર સરકારે અંતે રાજ્યમાં લોકડાઉન લાદવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રમાં વધુ કડક નિયંત્રણો સાથે હવે સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે.

આવતીકાલે તા.રર એપ્રિલ રાત્રે ૮ વાગ્યાથી તા. ૧ મે સવારે ૭ વાગ્યા સુધી મહારાષ્ટ્રમાં લોકડાઉન રહેશે. આ સાથે કડક નિયંત્રણો પણ અમલી બનશે, જેમાં લગ્ન સમારોહમાં ફકત ૨૫ લોકોની જ છૂટ રહેશે અને હોલની અંદર યોજાતો સમારોહ બે કલાકથી વધુ ન ચાલે તે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. નિયમ ભંગ કરનારને રૂ.૫૦,૦૦૦ નો દંડ ફટકારવામાં આવશે. મેડિકલ ઈમરજન્સી કે ગંભીર બીમારી, મરણ સિવાય અન્ય શહેર કે જિલ્લામાં ટ્રાવેલ કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જે ક્ષેત્રને છૂટ આપવામાં આવી છે તેની ઓફિસમાં ૧૫ ટકા કર્મચારીઓની કેપેસિટી સાથે કામગીરી ચાલુ રહેશે.


Related News

Loading...
Advertisement