કોમેડીયન સુગંધા મિશ્રા બોયફ્રેન્ડ સંકેત સાથે પ્રભુતામાં પગલાં માંડશે

23 April 2021 12:40 AM
Entertainment
  • કોમેડીયન સુગંધા મિશ્રા બોયફ્રેન્ડ સંકેત સાથે પ્રભુતામાં પગલાં માંડશે

બન્નેએ 26 મીએ લગ્ન પહેલા તસ્વીરો શેર કરી

મુંબઈ: મહિલા કોમેડીયન ટેલિવિઝન એન્કર, પ્લેબેક સિંગર સુગંધા મિશ્રા તેના લાંબા સમયનાં બોયફ્રેન્ડ ડો.સંકેત ભોસલે સાથે 26 મી એપ્રિલે લગ્ન કરવા જઈ રહી છે. આ ખુશખબરી બન્નેએ પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર આપી હતી.સુગંધાએ લખ્યુ હતું કે આપ સૌની શુભકામના અને પ્રેમ માટે ઋણી છું. સુગંધાએ સંકેત સાથેની પોતાની બે સુંદર તસ્વીરો પણ શેર કરી હતી. તસ્વીરોમાં સુગંધા શાટીનના ગાઉનમાં અને સંકેત જિન્સ અને બ્લેઝરમાં નજરે પડે છે. સંકેતે પણ જણાવ્યું હતું કે આપના શુભકામના અને આર્શીવાદના ધોધથી ખુશ છું.


સુગંધા અને સંકેતને ટીવી-ફિલ્મ ઉદ્યોગની હસ્તીઓએ શુભકામના પાઠવી છે. ગૌહરખાને લખ્યુ છે ખૂબ જ અભિનંદન તું એક પરીકથાની ઢીંગલી છો, જયારે નેહા કકકરે લખ્યુ. બન્નેને શુભકામના. ઉલ્લેખનીય છે કે સુગંધા મિશ્રાએ વર્ષ 2008 માં ‘ધી ગ્રેટ ઈન્ડીયન લાફટર ચેલેન્જ’થી કેરીયરની શરૂઆત કરેલી. કપિલ શર્મા કોમેડી શોમાં વિદ્યાવતી (શિક્ષિકા)નું પાત્ર તેણે ભજવેલું. સુગંધા કે છે કે કોમેડીની દૂનિયામાં સુંદર છોકરી હોવુ મુશ્કેલ છે. કારણ કે આ પ્રકારની છોકરી એકટીંગને પ્રાયોરીટી આપતી હોય છે.


Related News

Loading...
Advertisement