સિવિલમાં એજન્સીના કર્મચારીઓના એક બાદ એક કૌભાંડ : તટસ્થ તપાસ ક્યારે?

23 April 2021 04:35 AM
Rajkot Crime Saurashtra
  • સિવિલમાં એજન્સીના કર્મચારીઓના એક બાદ એક કૌભાંડ : તટસ્થ તપાસ ક્યારે?

દર વખતે એમ.જે. સોલંકી એજન્સીના કર્મચારીઓની જ સંડોવણી કેમ ખુલે છે? શું વહીવટ કરવાનો છૂટો દોર છે?:પ્રથમ ટેસ્ટ વગર નેગેટિવ રિપોર્ટ કાઢવાનું કારસ્તાન, થોડા દિવસો પહેલા દર્દીને ટોસીલીઝુમેબ ઈન્જેકશન આપવાના બહાને છેતરપીંડી કરાઈ : હવે રૂ.9000માં તત્કાલ બેડ આપવાનું કૌભાંડ:તંત્રએ જાણે તમામ સત્તા એજન્સીને સોંપી હોય તેવો ઘાટ : કોરોના મહામારી વચ્ચે હોસ્પિટલના તમામ નિર્ણય શુ એજન્સીના વચેટિયા જ કરે છે?

રાજકોટ, તા.22
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એજન્સી થકી આઉટ સોર્સથી કામ કરતા કર્મચારીઓના એક બાદ એક કૌભાંડ ખુલા પડી રહ્યા છે. અનેક કૌભાંડ બાદ પણ કોઇ દાખલ રૂપ કાર્યવાહી નહીં કરવામાં આવતા ઢગલા બંધ સવાલો ઉઠી રહ્યા છે. ફાટીને ધુમાડે ગયેલા લેભાગુ તત્વો પડદા પાછળ રહી કૌભાંડો આચરો રહ્યા છે ત્યારે સવાલ ઉઠે છે કે, તટસ્થ તપાસ ક્યારે થશે ?સિવિલમાં થતા કારસ્તાનોમાં દર વખતે એમ.જે.સોલંકી એજન્સીના કર્મચારીઓની જ સંડોવણી ખુલતી હોય છે. પણ હજુ સુધી કોઈ દાખલ રૂપ કાર્યવાહી ન થતા જવાબદાર અધિકારીઓ સામે પણ સવાલો ઉઠે છે. એ પણ નોંધવું જરૂરી છે કે સિવિલના દરેક કૌભાંડમાં એજન્સીના કર્મચારીઓની સંડોવણી કેમ ખુલે છે? શુ સરકારી તંત્રએ વહીવટ કરવાનો એજન્સીને છૂટો દોર આપી દીધો છે? એક તરફ લોકોની પરેશાનીનો પાર નથી, હોસ્પિટલ બહાર મોત સામે લડાઈ લડતા દર્દીઓ સાથેની એમ્બ્યુલન્સના ખડકલા થયા છે. ત્યારે જ રૂ.9000 લઈ એજન્સીના કર્મચારીઓ બારોબાર તત્કાલ બેડ ઉપલબ્ધ કરાવે છે. શું એજન્સીઓના મેનેજર આ બાબતથી અજાણ હશે? અને જો એજન્સીના જવાબદાર લોકો આવી તમામ ગતિ વિધિ જાણતા હોય તો ચૂપ કેમ રહે છે? શું સાચે જ ઉપર સુધી વહીવટ પહોંચે છે? આ તમામ સવાલ એવા છે કે સરકારી તંત્ર આ પ્રશ્નોના જવાબ જાણવા તસ્દી લેશે કે નહીં? એ પણ એક નવો સવાલ ઉભો થાય છે.


એમ.જે. સોલંકી એજન્સીના એક મેનેજરે પ્રથમ ટેસ્ટ વગર પોતાના સગાઓને નેગેટિવ રિપોર્ટ કાઢવાનું કારસ્તાન કર્યું હતું. હજુ સુધીએ મેનેજરનો વાળ પણ વાંકો થયો નથી. અધિકારીઓ જાણે એક એજન્સી સામે ઘૂંટણીએ પડી ગયો હોય તેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. થોડા દિવસો પહેલા દર્દીને ટોસીલીઝુમેબ ઈન્જેકશન આપવાના બહાને છેતરપીંડી કરાઈ હતી જેમાં સિવિલમાં પડ્યા પાથર્યા રહેતા બે લોકોના નામ ખુલ્યા છે. જેમાંથી ભાજપનો કાર્યકર ગણાતો સંજય ગોસ્વામી એમ.જે. સોલંકી એજન્સીનો કથિત રીતે પાછલા બારણેથી ભાગીદાર હોય તેવી ચર્ચા પણ થાય છે.

હવે રૂ.9000માં તત્કાલ બેડ આપવાનું કૌભાંડ ખુલ્યું છે. સિવિલના કોવિડ વોર્ડમાં બેડ માટે અત્યારે અધિકારીઓની ભલામણ પણ કામ નથી લાગતી. અધિકારીઓને કોઈ ભલામણ કરે તો તેને એજન્સીના માણસો પાસે મોકલી દેવામાં આવે છે. એટલે કે અધિકારીઓ પણ એજન્સીને આધીન છે. સરકારી તંત્રએ જાણે તમામ સત્તા એજન્સીને સોંપી હોય તેવો ઘાટ હાલ સિવિલમાં જોવા મળી રહ્યો છે. કોરોના મહામારી વચ્ચે હોસ્પિટલના તમામ નિર્ણય શુ એજન્સીના વચેટિયા જ કરે છે? તેવો સવાલ અહીં જરૂર ઉઠાવી શકાય. સિવિલ હોસ્પિટલમાં છેલ્લા દોઢ દાયકાથી એમ.જે.સોલંકીનો કોન્ટ્રાકટ છે. અધિકારીઓનું પણ આ એજન્સી ગાંઠતી ન હોવાની ચર્ચાઓ સમયાંતરે ઉઠતી રહે છે.

 

કાર્યવાહી ન થતા જવાબદાર અધિકારીઓ સામે પણ સવાલો ઉઠે છે. એ પણ નોંધવું જરૂરી છે કે સિવિલના દરેક કૌભાંડમાં એજન્સીના કર્મચારીઓની સંડોવણી કેમ ખુલે છે? શુ સરકારી તંત્રએ વહીવટ કરવાનો એજન્સીને છૂટો દોર આપી દીધો છે? એક તરફ લોકોની પરેશાનીનો પાર નથી, હોસ્પિટલ બહાર મોત સામે લડાઈ લડતા દર્દીઓ સાથેની એમ્બ્યુલન્સના ખડકલા થયા છે. ત્યારે જ રૂ.9000 લઈ એજન્સીના કર્મચારીઓ બારોબાર તત્કાલ બેડ ઉપલબ્ધ કરાવે છે. શું એજન્સીઓના મેનેજર આ બાબતથી અજાણ હશે? અને જો એજન્સીના જવાબદાર લોકો આવી તમામ ગતિ વિધિ જાણતા હોય તો ચૂપ કેમ રહે છે? શું સાચે જ ઉપર સુધી વહીવટ પહોંચે છે? આ તમામ સવાલ એવા છે કે સરકારી તંત્ર આ પ્રશ્નોના જવાબ જાણવા તસ્દી લેશે કે નહીં? એ પણ એક નવો સવાલ ઉભો થાય છે. એમ.જે. સોલંકી એજન્સીના એક મેનેજરે પ્રથમ ટેસ્ટ વગર પોતાના સગાઓને નેગેટિવ રિપોર્ટ કાઢવાનું કારસ્તાન કર્યું હતું.

હજુ સુધીએ મેનેજરનો વાળ પણ વાંકો થયો નથી. અધિકારીઓ જાણે એક એજન્સી સામે ઘૂંટણીએ પડી ગયો હોય તેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. થોડા દિવસો પહેલા દર્દીને ટોસીલીઝુમેબ ઈન્જેકશન આપવાના બહાને છેતરપીંડી કરાઈ હતી જેમાં સિવિલમાં પડ્યા પાથર્યા રહેતા બે લોકોના નામ ખુલ્યા છે. જેમાંથી ભાજપનો કાર્યકર ગણાતો સંજય ગોસ્વામી એમ.જે. સોલંકી એજન્સીનો કથિત રીતે પાછલા બારણેથી ભાગીદાર હોય તેવી ચર્ચા પણ થાય છે. હવે રૂ.9000માં તત્કાલ બેડ આપવાનું કૌભાંડ ખુલ્યું છે. સિવિલના કોવિડ વોર્ડમાં બેડ માટે અત્યારે અધિકારીઓની ભલામણ પણ કામ નથી લાગતી. અધિકારીઓને કોઈ ભલામણ કરે તો તેને એજન્સીના માણસો પાસે મોકલી દેવામાં આવે છે. એટલે કે અધિકારીઓ પણ એજન્સીને આધીન છે. સરકારી તંત્રએ જાણે તમામ સત્તા એજન્સીને સોંપી હોય તેવો ઘાટ હાલ સિવિલમાં જોવા મળી રહ્યો છે. કોરોના મહામારી વચ્ચે હોસ્પિટલના તમામ નિર્ણય શુ એજન્સીના વચેટિયા જ કરે છે? તેવો સવાલ અહીં જરૂર ઉઠાવી શકાય. સિવિલ હોસ્પિટલમાં છેલ્લા દોઢ દાયકાથી એમ.જે.સોલંકીનો કોન્ટ્રાકટ છે. અધિકારીઓનું પણ આ એજન્સી ગાંઠતી ન હોવાની ચર્ચાઓ સમયાંતરે ઉઠતી રહે છે.


આરોપીને ઝડપી લેનાર પોલીસ ટીમને રૂા.15000નું ઇનામ
રૂા.9000માં તાત્કાલીક બેડ આપી દેવાના કૌભાંડમાં બે આરોપીઓને ગણતરીની કલાકોમાં ઝડપી લેનાર ક્રાઇમ બ્રાંચ અને પ્રદ્યુમનનગર પોલીસની ટીમને રૂા.1પ હજારનું ઇનામ આપવા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે જાહેર કરી હતી.

આરોપીઓ વીડિયોમાં બોલ્યા, અમારે ઉપર સુધી આપવાના હોય, પોલીસને કહ્યું- આ કૌભાંડમાં અમારી ઉપર કોઈ નથી

રાજકોટ: પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આરોપી જગદીશ જે અગાઉ સરકારી હોસ્પિટલના કોવિડ વોર્ડમાં એટેન્ડન્સ તરીકે દોઢ વર્ષ સુધી નોકરી કરતો અને બાદમાં તે છુટો થયો અને ફરી એકાદ માસથી નોકરી પર લાગ્યો હતો, ત્યાં સફાઇ કામદાર તરીકે તા. 1 એપ્રિલથી નોકરી કરતા હિતેષ મહીડા સાથે તેને પરીચય થયો. બન્ને ઇસમોની પ્રાથમિક પુછપરછ દરમ્યાન હિતેષ જે કોવિડ વોર્ડમાં સફાઇ કામદાર તરીકે હોય અને તેઓને કોઇ દર્દીનું અવસાન થાય તેની જાણ થતી હોય જેથી બન્ને ઇસમો બહાર વેઇટીંગમાં રહેલા દર્દી ઉજમબેન મંગલલાલ રાયકુંડલીયા (ઉ.વ.85)ના સગાને મળી અને તેઓને દર્દી માટે તાત્કાલીક બેડ અપાવી દેવાનું જણાવી તેઓ પાસેથી રૂ .9,000 મેળવ્યા હતા અને સરકારી હોસ્પિટલના કોરોના વોર્ડમાં દાખલ દર્દીનું અવસાન થતા હીતેષએ જે તે ડેડબોડી બેડપરથી હટાવી અને તેના મિત્ર જગદીશને તેની જાણ કરી હતી ત્યારબાદ ઉજમબેન મંગલલાલ રાયકુંડલીયા નામના દર્દીને સારવારમાં દાખલ કરવાના હોય તેનું નામ સરનામુ તથા ઉંમર વિગેરે માહિતી મેળવી અને તે દર્દીના નામની ફાઇલ કઢાવી લીધી હતી.


તે બાદ જગદીશ જે વેઇટીંગમા રહેલા દર્દી ઉજમબેનને સ્ટ્રેચર પર સુવડાવી
અને તેની સાથે હિતેષ દ્વારા આપવામાં આવેલી ફાઇલ રાખી ટ્રોમા વોર્ડ ખાતેથી થઇ કોવિડ વોર્ડમાં લઇ ગયેલા અને જે વોર્ડમાં દર્દીનાં અવસાન થયું હતું અને તેનો બેડ ખાલી હતો તે બેડમાં વેઇટીંગમાં રહેલા દર્દીને સુવડાવી દીધા જેથી ત્યાં તે દર્દી પાસે ફાઇલ હોય, તે સારવારમાં દાખલ હોવાનું અન્યને જણાય તે રીતે વર્તન કરતા હોવાનું તપાસ દરમ્યાન જણાય આવ્યું છે તેમજ મજકુર પોતે બન્ને મળી આ રીતે દર્દીને સારવારમાં દાખલ કરાવેલ અને પોતાની સાથે અન્ય કોઇ સંકળાયેલ નહી હોવાનું પોલીસને જણાવી રહ્યા છે. જોકે વીડિયોમાં એક આરોપી બોલે છે કે અમારે ઉપર સુધી રૂપિયા પહોંચાડવાના હોય જે બાબતે પણ વધુ તપાસ ચાલુ છે. આરોપીઓએ હાલની કોરોના વાયરસની મહામારી સમયે પોતાની ફરજ દરમ્યાન ગુન્હાહીત કૃત્ય કરેલ હોય જે બાબતે પ્રદ્યુમનનગર પોલીસ મથક ખાતે ગુનો દાખલ કરવા તજવીજ થઈ રહી છે.


Related News

Loading...
Advertisement