‘દોસ્તાના-2’માંથી કાર્તિક આર્યન આઉટ, અક્ષયકુમાર ઈન થશે?

23 April 2021 05:18 AM
Entertainment
  • ‘દોસ્તાના-2’માંથી કાર્તિક આર્યન આઉટ, અક્ષયકુમાર ઈન થશે?

અક્ષય ફિલ્મોમાં કામ કરવા તૈયાર થાય તો કરણ જોહર સ્ક્રીપ્ટ બદલવા તૈયાર

મુંબઈ
કાર્તિક આર્યન ‘દોસ્તાના-2’ માંથી આઉટ થઈ જતા ફિલ્મ મેકર્સ સામે એ સમસ્યા ઉભી થઈ છે કે તેમની જગ્યાએ કયા એકટરને લેવો. જોકે હવે આ બારામાં એવી ખબર બહાર આવી છે કે કરણ જોહરે આ મામલે અક્ષયકુમારની મદદ માંગી છે. કારણ કે હાલમાં તેમની આ ફીલ્મ માટે કોઈ લીડ એકટર નથી.

એક રીપોર્ટમાં જાણવા મળ્યા મુજબ કરણ જોહરે અક્ષયને આ ફિલ્મ જોઈન કરવા રીકવેસ્ટ કરી છે.આ ફિલ્મનાં શૂટીંગમાં અગાઉથી જ ઘણો ખર્ચ થઈ ચૂકયો છે.કહેવામાં તો એવુ પણ આવી રહ્યું છે કે લીડ રોલને જોઈને કરણ ફિલ્મની સ્ક્રીપ્ટનેપણ બદલવાની તૈયારીમાં છે. જોકે પહેલા કાર્તિકને ધ્યાનમાં રાખીને સ્ક્રીપ્ટ લખાઈ હતી ચર્ચા છે

કે ‘દોસ્તાના-2’ની લગભગ 20 દિવસનું શુટીંગ પણ થઈ ગયુ છે.સુત્રોના જણાવ્યા મુજબ કાર્તિક આર્યનનાં ફીલ્મમાં બહાર થવા પાછળ પ્રોડકશન હાઉસ અને એકટર વચ્ચે ક્રિએટીવ ડીફરન્સ છે.આ પહેલા પણ કરણ જોહરે સોશ્યલ મિડિયા પર લખેલુ કેટલીક પોફેશનલ સિચ્યુએશનના કારણે અમે નકકી કર્યુ છે કે અમે આ મુદ્દે મૌન રહીશુ.ફિલ્મનું નિર્દેશન કોલીન ડી. કુન્હા કરી રહ્યા છે.


Related News

Loading...
Advertisement