‘રાધે’ ઈદ પર સિનેમાહોલ અને ઓટીટી પ્લેટફોર્મ પર રજુ થશે

23 April 2021 05:23 AM
Entertainment
  • ‘રાધે’ ઈદ પર સિનેમાહોલ અને ઓટીટી પ્લેટફોર્મ પર રજુ થશે

સલમાનખાન પોતાનું વચન પાળશે! : જોકે ઓટીટી પર ફિલ્મ મફતમાં નહિં જોવા મળે, સિનેમા હોલમાં કોરોના ગાઈડલાઈનનો અમલ થશે

મુંબઈ:
કોરોનાના વધતા કેસોને લઈને સરકાર દ્વારા લગવાવામાં આવતા પ્રતિબંધો દરમ્યાન સૌને એક બાબતમાં રસ હતો કે અભિનેતા સલમાનખાનની ફિલ્મ રાદે ધી મોસ્ટ વોન્ટેડ ભાઈની ઈદ પર રીલીઝ થશે? હવે આ બારામાં મોટુ એલાન થયુ છે.

સમાચાર છે કે સલમાનની ફિલ્મ રાધે દેશનાં બધા રાજયોમાં કોવીડ પ્રોટોકોલ સાથે સિનેમા હોલમાં ઈદ પર દર્શાવવામાં આવશે. જોકે સલમાનખાને રાધેની છપ્પર ફાડ કમાણીનો પૂરો બંદોબસ્ત અગાઉથી જ કરી લીધો છે. એક બાજુ ફીલ્મ થિયેટરમાં વર્લ્ડવાઈડ રજુ થઈ રહી છે. તેની સાથે સાથે જ તેને ઓટીટી પ્લેટફોર્મ પર પણ રીલીઝ કરવામાં આવી રહી છે પણ તેમાં એક પેચ છે. ખરેખર તો આ ફીલ્મ ઓટીટી પર પે પર વ્યુ રીલીઝ થશે.

મતલબ આપ ઘેર બેસીને આ ફીલ્મ જોઈ શકશો પણ તેના આપને અલગ પૈસા દેવા પડશે. આ બારામાં ઓટીટી પ્લેટફોર્મે પણ પુષ્ટી કરી છે. જયારે સલમાનખાનનાં પ્રવકતાએ જણાવ્યું હતું કે આ જરૂરી છે કે અમે બધા એક સાથે આવીએ છીએ અને હાલની પરિસ્થિતિમાં સિનેમા માટે આઉટ ઓફ ધી બોકસ સમાધાન માટે એક ઉદ્યોગ તરીકે વિચારીએ.


Related News

Loading...
Advertisement