ગુગલ પર આરટીપીસીઆર, ઓકસીજન સહિતના શબ્દોની સર્ચ વધી

23 April 2021 06:20 AM
India Technology
  • ગુગલ પર આરટીપીસીઆર, ઓકસીજન સહિતના શબ્દોની સર્ચ વધી

કોરોનાએ આપણને ઘણુ નવુ નવુ શીખવ્યુ છે અને રોજ શીખવાડી પણ રહ્યો છે તેમાં હવે ગુગલ પર સર્ચમાં નવા રેકોર્ડ બની રહ્યા છે. લોકો આરટીપીસીઆર ટેસ્ટ રેમડેસીવીર ઈન્જેકશન અને ઓકસીજન સીલીન્ડર તથા હોસ્પીટલ બેડની સર્ચ ગુગલ પર કરી રહ્યા છે. એક ડેટા મુજબ રેમડેસીવીર સૌથી વધુ સર્ચ થાય છે. દિલ્હીમાં રહેતા લોકો ઓકસીજન સીલીન્ડરની સર્ચ ગુગલ પર કરે છે અને કોવિડ હોસ્પીટલની બેડ અંગે પણ વારંવાર ગુગલ પર જાય છે. તા.7થી 13 માર્ચ વચ્ચે ગુગલે આ સર્વે કર્યો હતો જેમાં દર કલાકે 200 લોકો રેમડેસીવીર અંગે સર્ચ કરી રહ્યા હતા.


Related News

Loading...
Advertisement