કોરોના ટેસ્ટીંગથી બચવા 300 લોકો એરપોર્ટથી નાસી છૂટયા

23 April 2021 06:27 AM
India
  • કોરોના ટેસ્ટીંગથી બચવા 300 લોકો એરપોર્ટથી નાસી છૂટયા

દેશમાં કોરોના સંક્રમણને કારણે વિમાની મથકોએ આવતા મુસાફરોની ચકાસણી અને કોરોના ટેસ્ટીંગ ફરજીયાત કરાવાયુ છે પરંતુ આસામના સીલચર વિમાની મથકે 300થી વધારે પ્રવાસીઓ ટેસ્ટીંગ વગર જ નાસી છુટતા તે અંગે તપાસના આદેશ અપાયા છે. સીલચરનું વિમાની મથક નાનુ છે અને તેથી અહી આવતા મુસાફરને નજીકની સરકારી હોસ્પીટલમાં ટેસ્ટીંગ માટે લઈ જવાઈ છે. જેઓને બસમાં હોસ્પીટલ ખાતે લઈ જવાય છે પરંતુ એરપોર્ટથી રવાના થયા બાદ આ 300થી વધારે મુસાફરો અલગ અલગ ફલાઈટમાં આવ્યા હતા તેઓ અધવચ્ચેથી જ બસમાંથી ઉતરી જતા તેને શોધવાની પ્રક્રિયા ચાલુ થઈ છે.


Related News

Loading...
Advertisement