પશ્ચિમ બંગાળમાં બોમ્બ વિસ્ફોટોની ઘટનાઓ સાથે છઠ્ઠા ચરણમાં 60 ટકાથી વધુ મતદાન: એકનુ મોત

23 April 2021 06:28 AM
India
  • પશ્ચિમ બંગાળમાં બોમ્બ વિસ્ફોટોની ઘટનાઓ સાથે
છઠ્ઠા ચરણમાં 60 ટકાથી વધુ મતદાન: એકનુ મોત

મતદાનના આગલા દિવસે ત્રણ જગ્યાએ બોમ્બ ફેંકાવાની ઘટનાઓ: હિંસા માટે ભાજપ અને તૃણમુલનાં સમર્થકોનાં સામસામે આક્ષેપો

કોલકાતા તા.22
કોરોનાના કહેર વચ્ચે આજે પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીનાં 6ઠ્ઠા ચરણનુ આજે અનેક જગ્યાએ હિંસક ઘટનાઓની સાથે બપોરે 1 વાગ્યા સુધીમાં 57.31 ટકા મતદાન થયુ હતું.જયારે આ મતદાન પૂર્વે ગઈકાલે રાજયમાં ત્રણ જગ્યાએ બોમ્બ ફેંકવાની ઘટના બની હતી. જેમાં એક વ્યકિતનું મોત થયુ હતું.આ અંગેની વિગત મુજબ આજે પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની 6ઠ્ઠા ચરણની ચૂંટણીનું મતદાન થયુ હતું. કોરોનાનો કહેર છતા લોકો મતદાન કરવા ઉમટી પડયા હતા. બપોરે 1 વાગ્યા સુધીમાં 57.31 ટકા મતદાન નોંધાયું હતું. આ મતદાન દરમ્યાન અનેક જગ્યાએ હિંસાની ખબરો બહાર આવી છે. હાલત પર કાબુ મેળવવા પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. બેરેકપુરમાં તૃણમુલ અને ભાજપના સમર્થકો વચ્ચે ઘર્ષણ પેદા થતાં પોલીસે લાઠીચાર્જ કરવો પડયો હતો.


ઉતર દિનાજપુરનાં ચોપડા વિધાનસભા ક્ષેત્રનાં ખૂનિયા નાગાપરા વિસ્તારમાં ગઈકાલે રાત્રે ગોબીબારીની ખબર છે. ચૂંટણી પંચના જણાવ્યા મુજબ આજે બપોરે 1 વાગ્યા સુધીમાં નાદીયામાં 38.09 ટકા, ઉતર 24 પરગણામાં 32.91 ટકા, બધ્ધવર્ધનમાં 41.05 ટકા, તેમજ ઉતર દિનાજપુરમાં 40.98 ટકા મતદાન થયુ હતું ઉતર 24 પરગણાનાં ભાજપ નેતા અને તેના પરિવાર પર હુમલાની ઘટના બની હતી. તૃણમુલ સમર્પિત લોકોએ હુમલો કર્યાનો આક્ષેપ કરાયો હતો.


આજે છઠ્ઠા ચરણનાં મતદાન પૂર્વે ગઈકાલે પશ્ર્ચિમ બંગાળમાં ત્રણ જગ્યાએ બોમ્બ ફેંકવાની ઘટના બની હતી. ઉતર 24 પરગણા જીલ્લાનાં દીયગઢમાં મંગળવારની રાત્રે એક ડમ્પીંગ ગ્રાઉન્ડમાં ક્રૂડ બોમ્બ ફેંકાતા બે શખ્સો કાટમાળ નીચે દબાઈ ગયા હતા જેમાં એકનું મોત નીપજયુ હતું. જયારે એક ઘાયલને હોસ્પીટલમાં દાખલ કરાયો હતો. ટીટાગ 6 માં અન્ય એક ગઢમાં બે જીવતા ક્રુડ બોમ્બ જપ્ત કરાયા હતા આ બે ઘટનાથી અહી તનાવનો માહોલ પેદા થયો છે.આ સિવાય બોમ્બ ફાટવાની વધુ એક ઘટના મંગળવારે રાત્રે 1 વાગ્યે ભાટાપારામાં બની હતી. લોકોનો આરોપ છે કે આ ઘટના પાછળ ભાજપનો હાથ છે. લોકોનું કહેવુ છે કે તેમને મતદાન કરતા રોકવા ભાજપે ડર ઉભો કરવાની કોશીશ કરી છે.બોમ્બ ફાટવા, ફેંકાવાની આ ઘટનાઓને પગલે ટીટાગઢ અને જગતદલમાં સુરક્ષાની કડક વ્યવસ્થા કરાઈ છે.


Related News

Loading...
Advertisement