રાજકોટમાં નવા 6600 બેડ કયાં? મુખ્યમંત્રી રૂપાણી દસ દિવસ પૂર્વે જાહેર કરી ગયા હતા

23 April 2021 06:32 AM
Rajkot
  • રાજકોટમાં નવા 6600 બેડ કયાં? મુખ્યમંત્રી રૂપાણી દસ દિવસ પૂર્વે જાહેર કરી ગયા હતા

રાજકોટમાં કોરોનાની મહાભયાનક હાલત વચ્ચે હોસ્પીટલમાં બેડ મેળવવાથી માંડીને ઓકિસજન-રેમડેસીવીર જેવી સવલતો મેળવવા માટે ભટકવાની હાલત યથાવત રહી છે. જયારે દસ-બાર દિવસ પૂર્વે રાજકોટ આવીને અઠવાડીયામાં 6600 બેડ ઉભા કરવાની જાહેરાત કરી ગયેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીનં દાવા સામે પણ સવાલ ઉઠવા લાગ્યા છે.આ નવા 6600 બેડ કયા ગયા? તેવા પ્રશ્ર્નો પૂછાવા લાગ્યા છે. ભાજપ અગ્રણીના કોરોનાથી નિધન બાદ ખૂદ ભાજપનાં આગેવાનો એવો બળાપો ઠાલવી રહ્યા છે કે પ્રવર્તમાન હાલતમાં આમ આદમીની કેવી હાલત થતી હશે તે સવાલ છે.વેન્ટીલેટર તો ઠીક કોઈપણ સાદા બેડમાં પણ સારવાર શરૂ કરી શકાય તેવી જગ્યા પછી ભરત ગોહેલને મળી શકી ન હતી. બેડ ખાલી હોવાના થતા દાવ બોગસ જ છે.મુખ્યમંત્રીએ સપ્તાહનો સમય આપ્યો હતો. તેના કરતા પણ વધુ સમય થઈ ગયો છે. જયારે કેટલા નવા બેડ ઉભા થયા તે સવાલ છે. અત્યારે નવી હોસ્પીટલ ચાલુ થાય તો ગણતરીની મીનીટોમાં ભરાઈ જાય છે. કોઈપણ નર્સીંગ હોમ કે હોસ્પીટલોને કોરોના સારવાર કરવાની છૂટ આપવા છતા બેકાબુ હાલત ખતરનાક સ્થિતિને ચિતાર આપે છે.


Related News

Loading...
Advertisement