કોરોના દર્દીઓ માટે જીવનદાતા બનનાર મેડીકલ ઓકિસજન આખરે શું છે!

23 April 2021 06:35 AM
India
  • કોરોના દર્દીઓ માટે જીવનદાતા બનનાર મેડીકલ ઓકિસજન આખરે શું છે!

ઓકિસજન પ્લાંટમાં હવામાંથી ઓકિસજનને અલગ કરી એર સેપરેશન ટેકનિકનો ઉપયોગ કરાય છે

નવી દિલ્હી તા.22
કોરોના મહામારીની બીજી ખતરનાક લહેરમાં ઓકિસજનનાં સિલીન્ડરની અછત ઉભી થઈ છે ત્યારે ઓકિસજન વાયુ દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. ઓકિસજનનાં બારામાં તો બધાએ સાંભળ્યુ હશે પણ ખુબ જ ઓછા લોકોને ખબર હશે કે ઉદ્યોગમાં વપરાતા અને મેડીકલમાં વપરાતા ઓકિસજનમાં ફરક હોય છે આખરે શું છે મેડીકલ ઓકિસજન ગંભીર હોવા પર દર્દીને શા માટે ઓકિસજન આપવો પડે છે? જયારે તે પહેલાથી જ ઓકિસજન લઈ રહ્યો હોય છે.

જાણકારી મુજબ ઓકિસજન હવા અને પાણી બન્નેમાં હાજર હોય છે. હવામાં 21 ટકા ઓકિસજન અને 78 ટકા નાઈટ્રોજન હોય છે.આ સિવાય એક ટકો અન્ય ગેસ હોય છે. તેમાં હાઈડ્રોજન, નિયોન અને કાર્બન ડાયોકસાઈડ પણ હોય છે પાણીમાં પણ ઓકિસજન છે.પાણીમાં ભળેલા ઓકિસજનનની માત્રા અલગ અલગ જગ્યાએ અલગ હોઈ શકે છે.10 લાખ મોલીકયૂલમાંથી ઓકિસજનના 10 મોલીફયુલ હોય છે આ કારણે જ માણસ માટે પાણીમં શ્વાસ લેવા અઘરા છે.

પણ માછલીઓ માટે આસાન. ઓકિસજન પ્લાન્ટમાં હવામાંથી ઓકિસજનને અલગ કરી દેવામાં આવે છે તેના માટે એર સેવરમુવી ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે મતલબ હવાને કમ્પ્રેસ કરવામાં આવે છે તેના માટે એર ટેકનીકનો ઉપયોગ કરવામાં આવે છે અને બાદમાં તેને ફીલ્ટર કરવામાં આવે છે જેથી તેમાંથી અશુધ્ધિઓ નીકળી જાય હવે આ ફીલ્ટર થયેલી હવાને ઠંડી કરવામાં આવે છે બાદમાં આ હવાને ડીસ્ટીલ કરવામાં આવે છે

જેથી ઓકિસજનને બાકી ગેસોથી અલગ કરી શકાય આ પ્રક્રિયા ઓકિસજન લીકવીડ (પ્રવાહી) બની જાય છે અને આ સ્થિતિમાં જ તેને એકત્ર કરવામાં આવે છે. આજકાલ એક પોર્ટેબલ સાઈઝની મશીન આવે છે.આ મશીન હવાથી ઓકિસજન અલગ કરીને દર્દી સુધી પહોંચાડે છે. મેડીકલ ઓકિસજનને કેપ્સ્યુલ જેવા ટેન્કરમાં ભરી હોસ્પીટલોમાં પહોંચાડવામાં આવે છે હોસ્પીટલમાં તેને દર્દીઓ સુધી પહોંચતા પાઈપથી જોડવામાં આવે છે. દરેક હોસ્પીટલમાં આ સુવિધા નથી. આ કારણે આવી હોસ્પીટલો માટે આ પ્રકારનાં સિલીન્ડર બનાવવામાં આવે છે. જેમાં ઓકિસજન ભરાવવામાં આવે છે જેને સીધો દર્દીની પથારી પાસે રાખવામાં આવે છે.

મેડીકલ ઓકસીજનની દેશમાં સૌથી મોટી નિર્માતા કંપની ગુજરાતની
નવી દિલ્હી: દેશમાં મેડીકલ ઓકસીજનના 10-12 જ મેટા નિર્માતાઓ છે અને 500થી વધુ નાના ગેસ પ્લાન્ટમાં તેને બનાવવામાં આવે છે. ગુજરાતમાં આઈનોકસ એર પ્રોડકટસ ભારતમાં મેડીકલ ઓકસીજનની સૌથી મોટી નિર્માતા કંપની છે. ત્યારબાદ દિલ્હી સ્થિત ગોયલ એમ.જી.ટોસેસ કોલકતાની લિંડે ઈન્ડીયા અને ચેન્નાઈમાં નેશનલ ઓકસીજન લિમીટેડ સામેલ છે.


Related News

Loading...
Advertisement