કોરોના વેકસીનના બે ડોઝ લીધા હશે તો જ મળશે પગાર!

23 April 2021 06:37 AM
India
  • કોરોના વેકસીનના બે ડોઝ લીધા હશે તો જ મળશે પગાર!

બિહારના ગયાના કલેકટરનું ફરમાન

ગયા (બિહાર) તા.22
બિહારમાં કોરોનાની સુનામી આવી છે, દરરોજ 12 હજારથી વધુ દર્દીઓ મળી રહ્યા છે. આ પરીસ્થિતિમાં વેકસીનેશન વધારવા ગયાના કલેકટરે એવું ફરમાન જાહેર કર્યું છે કે બન્ને વેકસીન લગાવનાર સરકારી કર્મચારીને પગાર મળશે. ગયા અને બેગુસરાય કલેકટર તરફથી જાહેર કરાયેલા પત્રમાં લખ્યું છે કે માર્ચની સેલરી જોઈએ તો વેકસીનના બન્ને ડોઝ લીધાનું પ્રમાણપત્ર વિભાગમાં રજૂ કરવું પડશે. કલેકટર અભિષેકસિંહ દ્વારા આ પત્ર 20મી એપ્રિલે જાહેર કરવામાં આવ્યો હતો.


Related News

Loading...
Advertisement