18 વર્ષથી વધુ વયના લોકોના રસીકરણ માટે શનિવારથી રજીસ્ટ્રેશન

23 April 2021 06:38 AM
India
  • 18 વર્ષથી વધુ વયના લોકોના રસીકરણ માટે શનિવારથી રજીસ્ટ્રેશન

1લી મેથી દેશમાં 18 વર્ષથી વધુ વયના લોકોને રસીકરણ : કોવિન એપ પર રજીસ્ટ્રેશન બંધ: રસીકરણ માટે રૂા.30 હજાર કરોડના ખર્ચનો બોજ કેન્દ્રે રાજયો પર નાખ્યો

નવી દિલ્હી તા.22
દેશમાં વધતા જતા કોરોના કેસને પગલે હવે સરકારે 18 વર્ષથી ઉપરના લોકોને પણ 1લી મેથી વેકિસન લગાવવાનું શરૂ કરનાર છે. જેનુ રજીસ્ટ્રેશન 24 એપ્રિલ શનિવારથી કોવિન એપ પર શરૂ થશે.જાણકારી મુજબ આગામી 48 કલાકમાં 18 વર્ષથી વધુ વયના લોકો કોવિન પ્લેટફોર્મ પર જઈ પોતાનું નામ રજીસ્ટર કરાવી શકશે.
વધુમાં જાણવા મળતી વિગત મુજબ 1 લી મેથી 18 થી 44 વર્ષની વયના લોકોનું કોરોના વેકસીનેશન થવા જઈ રહ્યું છે. તેમની વસ્તી 44 ટકા જેટલી છે. આ રસીકરણ માટે રાજયને એક વેકિસન રૂા.4000 ના ભાવે લેવી પડશે. આમ આ વેકિસન પર રાજયે 30 હજાર કરોડ રૂપિયા ખર્ચવા પડશે. કારણ કે કેન્દ્રે આ ખર્ચ રાજયો પર નાખ્યો છે. ઉલ્લેખનીય છે કે કોરોનાની બીજી લહેર ખતરનાક કહેર મચાવ્યો છે કે કોર્ટે સરકારને 18 વર્ષથી ઉપરની વયનાઓને વેકિસનેશન ચાલુ કરી દેવાનું સુચન કર્યુ હતુ.


Related News

Loading...
Advertisement