મશહુર કવ્વાલ અને બોલીવુડના ગાયક ફરીદ સાબરીનું અવસાન

23 April 2021 06:39 AM
Entertainment
  • મશહુર કવ્વાલ અને બોલીવુડના ગાયક ફરીદ સાબરીનું અવસાન

મુંબઈ: જયપુરના મશહુર કવ્વાલ અને બોલીવુડની ફિલ્મોમાં અનેક ગીતો ગાઈ ચુકેલા ફરીદ સાબરીનું ગઈકાલે સવારે નિધન થયુ છે. જાણવા મળતી વિગત મુજબ કવ્વાલ પરીદ સાબરીને ન્યુમોનિયા થઈ ગયો હતો અને મંગળવારની રાત્રે તેમની તબીયત બગડી ગઈ હતી ત્યારબાદ તેમને હોસ્પીટલમાં દાખલ કરાયા હતા. ફરીદ સાબરીનાં ભાઈ અને કવ્વાલ અંજાન સાબરીએ જણાવ્યું હતું કે ફરીદને વધારે મુશ્કેલી તો નહોતી પરંતુ મંગળવારની રાત્રે તેમની તબીયત બગડી ગઈ હતી. ડોકટરોના અનુસાર ડાયાબીટીસનાં કારણે તેમની કિડની અને લેગ્સ પર ઘણી અસર થઈ હતી. પરીદનાં પાર્થિવ દેહને જયપુરમાં તેમના પૈતૃક નિવાસ મથુરા વાલાની હવેલીમાં રાખવામાં આવ્યો છે.


Related News

Loading...
Advertisement