નાસિકની હોસ્પિટલમાં મૃતકના શરીરનો ઓકિસજન કાઢી સ્વજનને બચાવવા સંબંધીની દોડધામ

23 April 2021 06:42 AM
India
  • નાસિકની હોસ્પિટલમાં મૃતકના શરીરનો ઓકિસજન કાઢી સ્વજનને બચાવવા સંબંધીની દોડધામ

હોસ્પિટલમાં ઓકિસજન લીકેજ દુર્ઘટનામાં હજુ 12ની હાલત ગંભીર

નાસિક તા.22
નાસિકની જાહીર હુસેન હોસ્પિટલમાં ઓકિસજન લીકેજની દુર્ઘટનામાં નવા નવા અપટેડ આવી રહ્યા છે. નાસિક હોસ્પિટલમાં મૃતકોના શરીર પરનો ઓકિસજન સીલીન્ડર કાઢી લોકો તેના સ્વજન દર્દીઓને આપી રહ્યા છે તો અમુક સ્વજનો તેમની નજક સામે વ્હાલા સોયા પરિવારના સભ્યને ગુમાવી રહ્યા છે.

હોસ્પિટલની ઘટનાને નજરે નિહાળનાર વિવેક જાધવ નામના યુવાને જણાવ્યું હતું કે ઓકિસજન લીકેજની ઘટનામાં તેમના 65 વર્ષના દાદી સુગંધ થોરાટનું મોત થયુ હતું તેમણે જણાવ્યું હતું કે હું જયારે હોસ્પિટલ પહોંચ્યો ત્યારે અફડા તફડીનો માહોલમાં ઘણા લોકો મૃતકોનાં શરીરનો ઓકિસજન કાઢી તેમના સ્વજનોને આપી રહ્યા હતા મે પણ મારી દાદીને બચાવવાની કોશીષ કરી છતાં તેમને બચાવી શકયો નહી.

નીતિન બેલુકર નામના યુવાનના જણાવ્યા પ્રમાણે હોસ્પિટલમાં ઓકિસજન દુર્ઘટનામાં અસંખ્ય દર્દીઓને ગંભીર હાલતમાં રીક્ષામાં આસપાસની હોસ્પિટલમાં લઇ જવા ભાગદોડ મચી હતી.


Related News

Loading...
Advertisement