કોરોના ઈફેકટ! શહેરી લોકોનો વિશ્વાસ ફરી ડગમગવા લાગ્યો

23 April 2021 06:43 AM
India
  • કોરોના ઈફેકટ! શહેરી લોકોનો વિશ્વાસ ફરી ડગમગવા લાગ્યો

એપ્રિલમાં ગ્રાહક વિશ્વાસ ઈન્ડેકસ 1.1 ટકા નીચો આવ્યો: લોકો રોજગારી, અર્થતંત્ર, રોકાણ તથા પર્સનલ ફાઈનાન્સની ચિંતા કરવા લાગ્યા

નવી દિલ્હી તા.22
ભારતમાં કોરોનાની નવી લહેર વધુને વધુ વિકરાળ બનતી રહી છે ત્યારે ફરી વખત ગ્રાહકો લોકોનો વિશ્વાસ ડગમગવા લાગ્યો છે. એપ્રિલ મહિનામાં ગ્રાહકોનો વિશ્વાસ આંક વધુ નીચો આવ્યો હતો.

ગ્રાહક માનસ ઈન્ડેકસ રીપોર્ટમાં જણાવાયા પ્રમાણે ભારતમાં શહેરી ગ્રાહકોના ઈન્ડેકસમાં એપ્રિલ મહિનામાં 1.1 ટકાનો ઘટાડો નોંધાયો હતો તે પાછળ કોરોનાની પ્રવર્તમાન ભયાનક લહેર જવાબદાર છે. રોજગારી, પર્સનલ ફાઈનાન્સ, અર્થતંત્ર અને ઈન્વેસ્ટમેન્ટ (રોકાણ) એમ ચારેય મોરચે શહેરી લોકોનો વિશ્વાસ ડગમગી ગયો છે અને ભવિષ્ય વિશે ચિંતીત થવા લાગ્યા છે.

26 માર્ચ થી 9 એપ્રિલના સમયગાળામાં હાથ ધરાયેલા આ સર્વેમાં 16થી64 વર્ષની વયજૂથના લોકોને આવરી લેવામાં આવ્યા હતા. ઉપરોક્ત ચાર પાસાઓને સામેલ કરીને આ માસિક છ ગ્રાહક વિશ્વાસ ઈન્ડેકસ તૈયાર કરવામાં આવે છે. રોજગારીની ચિંતા સતાવવા લાગી હોય તેમ રોજગારી સબ-ઈન્ડેકસ 0.6 ટકા નીચો આવ્યો છે. પર્સનલ ફાઈનાન્સ ક્ષેત્રનો સબ-ઈન્ડેકસ 1.5 ટકા નીચો આવ્યો હતો. જયારે ઈન્વેસ્ટમેન્ટ સબ-ઈન્ડેકસ 0.9 ટકાનો ઘટાડો સૂચવે છે.

આર્થિક ભવિષ્ય વિશે લોકોનો વિશ્વાસ 0.8 ટકા નીચો આવ્યો છે. નિષ્ણાંતોના કહેવા પ્રમાણે કોરોનાનો પ્રવર્તમાન ખતરનાક વેવ લોકોની રોજગારી તથા સામાન્ય જનવ્યવહાર પર અસર પાડવા લાગ્યો જ છે. લહેરમાંથી વેપારધંધા માંડ બેઠા થતા હતા ત્યારે વધુ વિકરાળ લહેર વેપાર ઉદ્યોગ પર નકારાત્મક પ્રભાવ પાડવા લાગ્યો છે. રોજગારી તથા ભવિષ્યમાં ઘર ચલાવવાની લોકો ઉપાધિ કરવા લાગ્યા છે. બચત તથા રોકાણ ઉપરાંત અર્થતંત્રની પણ ચિંતા કરવા લાગ્યા છે.


Related News

Loading...
Advertisement