પ્રવાસનમંત્રી જવાહર ચાવડા-નાણાસચિવ રૂપવંતસિંહને કોરોના

23 April 2021 06:56 AM
Rajkot
  • પ્રવાસનમંત્રી જવાહર ચાવડા-નાણાસચિવ રૂપવંતસિંહને કોરોના

ગાંધીનગર તા.22
રાજ્ય સરકારના વધુ એક આઈએએસ અધિકારી કોરોના સંક્રમિત થયા છે. ઉપરાંત રાજય સરકાર ના પ્રધાન મંડળના પ્રવાસન મંત્રી અને તેમના પત્ની પણ કોરોના સંક્રમિત થયા છે. પ્રાપ્ત વિગતો અનુસાર રાજય સરકારના નાણાં મંત્રાલયના સચિવ( આઈએએસ) રૂપવંત સિંહ કોરોના સંક્રમિત થયા છે.

જોકે હાલ તેઓ ડોક્ટરની સલાહ મુજબ હોમ આઇસોલેશનમાં છે. અને તેમનું સ્વાસ્થ્ય સ્થિર હોવાના અહેવાલ છે. તો બીજી તરફ રાજય સરકાર ના પ્રવાસન મંત્રી જવાહર ચાવડા અને તેમના પત્નિ પણ કોરોના સંક્રમિત થયા છે. જોકે આ બન્ને હાલ હોમ આઇસોલેશનમાં ડોકટરોની સલાહ મુજબ સારવાર લઈ રહ્યાના અહેવાલ છે. ઉલ્લેખનીય છે કે કોરોનાનું સંક્રમણ અટકવાનું નામ નથી લેતું ત્યારે તેનાથી કોઈપણ વ્યક્તિ બચી શકતો નથી.

આ અગાઉ સરકારના વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ પણ તબક્કાવાર સંક્રમિત થઈ ચૂક્યા છે. તાજેતરમાં સહકાર વિભાગના સચિવ નલિન ઉપાધ્યાય , મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી મનોજ દક્ષિણી અને ખેડા કલેકટર રમેશ મેરજા સંક્રમિત થતાં હાલ આ અધિકારીઓ કોરોનાની સારવાર મેળવી રહ્યા છે. ત્યારે આજે રાજય સરકારના વધુ એક ઉચ્ચ અધિકારી અને પ્રવાસન મંત્રી સંક્રમિત થતાં સચિવાલયમાં ભારે ચિંતા સાથે ફફડાટ ફેલાયો છે.


Related News

Loading...
Advertisement