સંસ્કાર ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં જુગાર રમતા કારખાનેદાર સહિત આઠ ઝબ્બે

23 April 2021 07:01 AM
Rajkot Crime
  • સંસ્કાર ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં જુગાર રમતા કારખાનેદાર સહિત આઠ ઝબ્બે

ક્રાઇમ બ્રાંચની કાર્યવાહી : રૂ.ર8 હજારની રોકડ જપ્ત: જુગારીઓ સામે સોશ્યલ ડિસ્ટન્સ ભંગનો અલગથી ગુનો નોંધાયો

રાજકોટ તા.22 : શહેરમાં આવેલા સંસ્કાર ઔધોગીક વિસ્તારમાં ખોખળદળ નદીના પુલ પાસે ખુલ્લી જગ્યામાં તીન પતીનો જુગાર રમતા કારખાનેદાર સહીત આઠ શખ્સોને ક્રાઇમ બ્રાંચ દબોચી લીધા હતા. જુગારના પટ્ટમાંથી રૂ.28200 ની રોકડ મળી આવી હતી જે પોલીસે જપ્ત કરી ડીસીપી પોલીસ મથકે ગુનો દાખલ કર્યો છે.
ક્રાઇમ બ્રાંચ પીઆઇ વી.કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી.બી. જેબલીયા અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળતા ઉપરોકત સ્થળે દરોડો પાડયો હતો. જયાં જુગાર રમતા કારખાનેદાર ભાવેશ રમેશ સવાણી (ઉ.વ. 42 રહે. પોપટપરા કૃષ્ણનગર શેરી નં 4) બફનું કારખાનુ ધરાવતા મહેશ મોહન જમોડ (ઉ.વ. 3ર રહે. રાધાકૃષ્ણ શેરી નં 11 જંગલેશ્વર), ઓટો ક્ધસટલન્સનો વ્યવસાય કરતા રાજેશ હસમુખ કોટેચા (ઉ.વ. 41 રહે. લક્ષ્મણ ટાઉનશીપ જયરાજ પાર્ક સામે નાના મવા રોડ), કલેકશનનું કામ કરતા હીતેષ ભરત ગોસ્વામી (ઉ.વ. 33 રહે. વીજયનગર શેરી નં ર કોઠારીયા રોડ), બફનો વ્યવસાય કરતા મહેશ વાલા ખાટરીયા (ઉ.વ. 42 રહે. સીતારામ સોસાયટી હુડકો ચોકડી), અશોક વેલજી મોતાજી (ઉ.વ. 4ર રહે. મનહર સોસાયટી આરટીઓની બાજુમાં) , ભુપત બાબુ દેગામા (ઉ.વ. 34 રહે. રાધાકૃષ્ણ આવાસ શેરી નં 11 જંગલેશ્ર્વર) તેમજ જયેશ સાગરદાસ ટીલાવત (ઉ.વ. 40 રહે. સહકાર સોસાયટી શેરી નં 1 કોઠારીયા રોડ) ને ઝડપી લીધા હતા. આરોપીઓએ કોરોના મહામારી વચ્ચે સોશ્યલ ડીસ્ટન્સ ન જાળવ્યુ હોવાથી જાહેરનામા ભંગનો ગુનો પણ નોંધાયો છે.


Related News

Loading...
Advertisement