એરપોર્ટ ફાટક પાસે ‘વસંત’ મકાનમાં ક્રિકેટ સટ્ટાની જમાવટ : ક્રાઇમ બ્રાંચે વેપારીને દબોચ્યો

23 April 2021 07:02 AM
Rajkot Crime
  • એરપોર્ટ ફાટક પાસે ‘વસંત’ મકાનમાં ક્રિકેટ સટ્ટાની જમાવટ : ક્રાઇમ બ્રાંચે વેપારીને દબોચ્યો

પોપટપરાના નાલા પાસે હંસરાજનગરમાં કરિયાણાની દુકાન ધરાવતો ભુપેન્દ્ર દુધેરા હૈદરાબાદ-પંજાબની મેચ ઉપર સટ્ટો રમતો’તો : રૂ.ર0 હજાર અને બે મોબાઇલ મળી રૂ.30 હજારનો મુદામાલ જપ્ત

રાજકોટ તા.22 : શહેરના એરપોર્ટ ફાટક નજીક આવેલા મારુતીનગર શેરી નં. 1 ના વસંત મકાનમાં આઇપીએલના મેચ પર ક્રિકેટ સટ્ટો રમતા વેપારી ભુપેન્દ્ર પ્રવિણચંદ્ર દુધેરા (ઉ.વ.42) તે ક્રાઇમ બ્રાંચે દબોચી લીધો હતો. આરોપી પાસેથી રૂ.20100 ની રોકડ અને બે મોબાઇલ ફોન મળી રૂ.30100 નો મુદામાલ જપ્ત કરાયો છે. હાલ આઇપીએલના મેચો રમાઇ રહયા છે ત્યારે જ સટ્ટાની સીઝન ખુલતા સટ્ટોડીયા એકટીવ થયા છે. ક્રાઇમ બ્રાંચ પીઆઇ વી.કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વી.જે. જાડેજા, એએસઆઇ જયેશભાઇ નીમાવત, રાજદીપસિંહ ગોહીલ વગેરે સ્ટાફ જુગારના કેસો શોધવા પેટ્રોલિંગમાં હતા ત્યારે જ બાતમી મળતા ઉપરોકત સ્થળે દરોડો પાડી આરોપીને ઝડપી લેવાયો હતો. આરોપી ભુપેન્દ્ર મોબાઇલ આઇડી થકી સનરાઇઝર હૈદરાબાદ અને કિંગ ઇલેવન પંજાબની મેચ પર ક્રીકેટ સટ્ટો રમતો હતો. પોલીસની પુછપરછમાં આરોપીએ જણાવ્યુ હતુ કે હંસરાજનગર પોપટપરાના નાલા પાસે પ્રવિણચંદ્ર કરશનદાસ દુધેરા નામે પોતે કરીયાણાની દુકાન ચલાવે છે. અગાઉ છ-સાત વર્ષ પહેલા ગાંધીગ્રામ પોલીસ મથકે તેના વિરુધ્ધ જુગારનો ગુનો નોંધાયો હતો. હાલ ક્રાઇમ બ્રાંચે ક્રિકેટ સટ્ટો રમવાનો ગુનો નોંધી આરોપીએ કોની પાસેથી મોબાઇલની આઇડી અને બેલેન્સ મેળવી તે અંગે તપાસ ચાલુ કરી છે.


Related News

Loading...
Advertisement