સીટી સ્કેન અને ઓક્સિજનના કાળાબજાર તો નથી થતા ને?એ ડિવિઝન પોલીસે ખાનગી લેબોરેટરીમાં ચેકીંગ કર્યું

23 April 2021 07:04 AM
Rajkot
  • સીટી સ્કેન અને ઓક્સિજનના કાળાબજાર તો નથી થતા ને?એ ડિવિઝન પોલીસે ખાનગી લેબોરેટરીમાં ચેકીંગ કર્યું

રાજકોટ,તા.22
રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ ની સૂચનાથી નાગરીકોને કોરોના મહામારીની સારવાર અને નિદાનની સુવિધા સરકારે નિયત કરેલ દરે ઉપલબ્ધ થાય તે માટે રાજકોટ શહેર એ ડીવીઝન પોલીસ મથકના પીએસઆઈ ભટ્ટ અને કર્મચારીઓને ખાનગીમાં ગુપ્ત રીતે સીટી સ્કેન કરતી લેબોરેટરી તથા ઓકસીજન ના વિક્રેતા વાળા પાસે જઈ ખરાઇ કરતા સરકાર દ્વારા નક્કી કરેલા દર લેવામાં આવતા હોવાનું જણાઇ આવેલ હોય જેથી મદદનીશી પોલીસ કમિશ્નર ઉત્તર એસ.આર.ટંડેલ,પીઆઇ સી.જી.જોષી દ્વારા સીટી સ્કેન કરતી લેબોરેટરી તથા ઓક્સીજન ના વિક્રેતા ઓને ત્યાં રૂબરૂ જઇ ખરાઈ કરવામાં આવેલ અને સરકારની ગાઇડલાઇન મુજબની સુચનાઓ આપવામાં આવેલ હતી.


Related News

Loading...
Advertisement