કફર્યુ ભંગ કરતા 99 ઝડપાયા

23 April 2021 07:06 AM
Rajkot Crime
  • કફર્યુ ભંગ કરતા 99 ઝડપાયા

સોશ્યલ ડિસ્ટન્સ ન જાળવતા 12 દુકાનદારો સામે ગુનો દાખલ

રાજકોટ તા.22 : શહેરમાં કોરોના સંક્રમણ વધતા તેના નિયંત્રણ માટે રાત્રે 8 થી સવારે 6 વાગ્યા સુધી કફર્યુની અમલવારી પોલીસ દ્વારા કરાવવામાં આવી રહી છે. ગત રાત્રે કફર્યુમાં બિનજરુરી બહાર નીકળેલા 99 લોકો પોલીસની ઝપટે ચડતા તેમના વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરાઇ હતી. આ ઉપરાંત ખાણી-પીણી અને અન્ય દુકાનો પર ગ્રાહકોની ભીડ કરનાર 12 દુકાનદારો સામે ગુનો નોંધાયો હતો. આ સીવાય વધુ પેસેન્જર બેસાડનાર 12 રીક્ષા ચાલકો વિરુધ્ધ ફરીયાદ દાખલ કરવામાં આવી હતી. અને માસ્ક વગર મળી આવેલા 8 લોકોએ દંડ ન ભરતા પોલીસે ગુનો નોંધવાની કાર્યવાહી કરી હતી.


Related News

Loading...
Advertisement