પ્લાઝમાં ડોનેટ કરતા પોલીસ જવાનો

23 April 2021 07:09 AM
Rajkot
  • પ્લાઝમાં ડોનેટ કરતા પોલીસ જવાનો
  • પ્લાઝમાં ડોનેટ કરતા પોલીસ જવાનો

કોરોના મહામારીમાં ફરજ સાથે માનવતાનું ઉદાહરણ પુરૂ પાડતી રાજકોટ પોલીસ : પ્લાઝમાં આપનાર પોલીસ કર્મચારી-અધિકારીઓનું સન્માન કરતા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ : બે જ દિવસમાં 9 દર્દીને પ્લાઝમાં ઉપલબ્ધ કરાવી પોલીસ મદદરૂપ બની

રાજકોટ તા.22
કોરોના મહામારીમાં દર્દીઓ માટે પ્લાઝમા થેરેપી અસરકારક સાબિત થઈ છે ત્યારે સંક્રમિત થયા બાદ સ્વસ્થ થયેલા પોલીસજવાનોએ પ્લાઝમા ડોનેટ કર્યું હતું. રાજકોટ પોલીસે કોરોના કાળમાં ઉત્તમ ફરજ સાથે માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

રાજકોટ શહેર પોલીસ દ્વારા તા.ર0 ના રોજ પ્લાઝમાની જરૂરીયાત વાળા દર્દીઓએ રાજકોટ શહેર પોલીસનો મો.નંબર 8980041411 ઉપર સંપર્ક કરવા જણાવવામાં આવેલ હતું. રાજકોટ શહેર પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલ માહિતી આધારે આજ સુધીમાં આ મોબાઈલ નંબર ઉપર આવેલ કોલ આધારે કુલ 9 દર્દીઓને પ્લાઝમાં ડોનેટ કરવામાં આવ્યું.

જેમાં યુનિવર્સિટી પોલીસમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા વી.એમ.ડોડીયા, એ ડીવીઝનના એ.એસ.આઇ. ધર્મેશભાઇ ખેર, એમ.ટી. શાખા ખાતે આઉટસોર્શથી ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા રાજેશભાઇ ગોરડએ પ્લાઝમા ડોનેટ કર્યું છે તેમજ છ દર્દીઓને રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતેથી પ્લાઝમાની વ્યવસ્થા કરાવી આપવામાં આવી છે.

આમ રાજકોટ શહેર પોલીસ દ્વારા બે દિવસમાં કુલ નવ દર્દીઓને પ્લાઝમાં ડોનેટ કરી તેમની સારવારમાં મદદરૂપ થયેલ છે. અન્ય દર્દીઓ જે સ્વસ્થ થયા બાદ 28 દિવસ પછી પ્લાઝમા આપી શકે છે તેમને પણ પ્લાઝમા ડોનેટ કરવા પોલીસે અપીલ કરી છે. પ્લાઝમા ડોનેટ કરનાર પોલીસ જવાનોને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા પ્રશંસાપત્ર આપી સન્માનીત કરવામાં આવ્યા છે. પોલીસ કમિશ્નરે કોરોના સામે રક્ષણ મેળવવા વેક્સિન લેવા અપીલ કરી હતી.


Related News

Loading...
Advertisement