ગુજરાતમાં કોરોનાના રેકોર્ડ બ્રેક કેસ : છેલ્લા 24 કલાકમાં 13000થી વધુ લોકો સંક્રમિત થયા, 137ના મોત

23 April 2021 08:46 AM
Government Gujarat
  • ગુજરાતમાં કોરોનાના રેકોર્ડ બ્રેક કેસ : છેલ્લા 24 કલાકમાં 13000થી વધુ લોકો સંક્રમિત થયા, 137ના મોત

● એક્ટિવ કેસ 92000ને પાર, કુલ સંક્રમિતોની સંખ્યા 4.53 લાખથી વધી ગઈ ● મૃત્યુઆંક 5,010, હાલ 376 દર્દીઓ વેન્ટિલેટર ઉપર : રિકવરી રેટ ઘટીને 78 ટકા થયો

રાજકોટઃ
ગુજરાતમાં કોરોના સંક્રમણની રફતાર દિવસેને દિવસે વધી રહી છે. આજે રેકોર્ડ બ્રેક કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 13000થી વધુ નવા કેસ નોંધાયા છે. એક્ટિવ કેસ 92000ને પાર થઈ ગયા છે. કુલ સંક્રમિતોની સંખ્યા 4.53 લાખથી વધી ગઈ છે. એ સાથે રિકવરી રેટ ઘટીને 78 ટકા થયો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝીટીવ નવા 13105 કેસો નોંધાયા છે. 137 દર્દીઓના મૃત્યુ 5,010 દર્દીઓ સાજા થયા છે.

રાજ્યમાં કુલ 376 દર્દીઓ વેન્ટીલેટર પર છે જ્યારે 91708 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યનો કુલ મૃત્યુઆંક 5,877 તથા કુલ પોઝીટીવ કેસનો આંક 453836 પર પહોંચ્યો છે.

જિલ્લા મુજબ નોંધાયેલા કેસો

અમદાવાદ 5226, સુરત 2476, રાજકોટ 762, વડોદરા 781, જામનગર 564, ગાંધીનગર 276, ભાવનગર 254, જૂનાગઢ 202, મહેસાણા 444, બનાસકાંઠા 236, કચ્છ 214, પાટણ 158, ભરૂચ 157, ખેડા 114, નવસારી 107, તાપી 103, દાહોદ - પંચમહાલ 97, વલસાડ 95, સુરેન્દ્રનગર 87, અમરેલી 85, સાબરકાંઠા 84, મહીસાગર 77, મોરબી 66, ગીર સોમનાથ 63, અરવલ્લી 55, નર્મદા 52, આણંદ 42, દેવભૂમિ દ્વારકા 39, પોરબંદર 34, છોટાઉદેપુર 25, બોટાદ 19, ડાંગ 14.


Related News

Loading...
Advertisement