ભાવનગરમાં આજે કોરોનાના નવા ૨૫૪ કેસ, ૬ના મોત

23 April 2021 09:03 AM
Bhavnagar Saurashtra
  • ભાવનગરમાં આજે કોરોનાના નવા ૨૫૪ કેસ, ૬ના મોત

● બે દિવસમાં ૧૨ દર્દીનો ભોગ લેતો વાઈરસ, આજે ૧૩૪ દર્દીઓ ડિસ્ચાર્જ થયા ● જિલ્લામાં નોંધાયેલા કુલ ૯,૯૮૮ કેસો પૈકી ૧,૮૪૩ દર્દીઓ હાલ સારવાર હેઠળ

(વિપુલ હિરાણી)
ભાવનગર:
ભાવનગરમાં આજે ૨૫૪ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કુલ કેસોની સંખ્યા ૯,૯૮૮ થઈ છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં ૮૮ પુરૂષ અને ૬૦ સ્ત્રી મળી કુલ ૧૪૮ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે.

જ્યારે તાલુકાઓમાં ઉમરાળા તાલુકાના ઉંજળવાવ ગામ ખાતે ૧, ઉમરાળા તાલુકાના ઝાંઝમેર ગામ ખાતે ૧, ઉમરાળા તાલુકાના રંઘોળા ગામ ખાતે ૪, ઉમરાળા તાલુકાના ટીંબી ગામ ખાતે ૧, ઉમરાળા તાલુકાના જાળીયા ગામ ખાતે ૧, ઉમરાળા તાલુકાના લીમડા ગામ ખાતે ૧, સિહોર ખાતે ૫, ઉમરાળા તાલુકાના પરવાળા ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાના કોબડી ગામ ખાતે ૧, ઘોઘા તાલુકાના લાખણકા ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાના કાળાતળાવ ગામ ખાતે ૨, ઉમરાળા તાલુકાના દડવા ગામ ખાતે ૧, ઉમરાળા ખાતે ૬, ઉમરાળા તાલુકાના ધોળા જં. ગામ ખાતે ૩, ઉમરાળા તાલુકાના ચોગઠ ગામ ખાતે ૧, ઘોઘા તાલુકાના ખાંટડી ગામ ખાતે ૧, ઘોઘા તાલુકાના વાળુકડ(ઘો) ગામ ખાતે ૭, ઘોઘા તાલુકાના ભીકડા ગામ ખાતે ૧, ઘોઘા તાલુકાના જુના પાદર ગામ ખાતે ૧, ઘોઘા તાલુકાના બાડી ગામ ખાતે ૨, ભાવનગર તાલુકાના કમળેજ ગામ ખાતે ૨, ઘોઘા ખાતે ૪, ઘોઘા તાલુકાના તગડી ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાના કોળીયાક ગામ ખાતે ૨, તળાજા ખાતે ૧, તળાજા તાલુકાના દેવલી ગામ ખાતે ૧, વલ્લભીપુર ખાતે ૧, તળાજા તાલુકાના બોરડા ગામ ખાતે ૧, તળાજા તાલુકાના દિહોર ગામ ખાતે ૩, તળાજા તાલુકાના પીપરલા ગામ ખાતે ૧, તળાજા તાલુકાના ટીમાણા ગામ ખાતે ૧, તળાજા તાલુકાના ભદ્રાવળ ગામ ખાતે ૨, તળાજા તાલુકાના ટીમાણા ગામ ખાતે ૨, તળાજા તાલુકાના હબુકવડ ગામ ખાતે ૨, ભાવનગર તાલુકાના બુધેલ ગામ ખાતે ૨, જેસર ખાતે ૫, મહુવા તાલુકાના નવા મોણપર ગામ ખાતે ૧, મહુવા ખાતે ૧, મહુવા તાલુકાના બગદાણા ગામ ખાતે ૧, ઘોઘા તાલુકાના કુડા ગામ ખાતે ૧, પાલીતાણા ખાતે ૧, ઘોઘા તાલુકાના નેસવડ ગામ ખાતે ૧, ઘોઘા તાલુકાના ઘોઘા તાલુકાના લાખણકા ગામ ખાતે ૧, ઉમરાળા તાલુકાના ઇંગોરાળા ગામ ખાતે ૧, વલ્લભીપુર તાલુકાના રાજસ્થળી ગામ ખાતે ૧, ઉમરાળા તાલુકાના બજુડ ગામ ખાતે ૧, તળાજા તાલુકાના પાદરગઢ ગામ ખાતે ૧, તળાજા તાલુકાના દેવળીયા ગામ ખાતે ૧, તળાજા તાલુકાના સરતાનપર ગામ ખાતે ૧, તળાજા તાલુકાના રાજપરા નં.૨ ગામ ખાતે ૧, તળાજા તાલુકાના શેલાવદર ગામ ખાતે ૧, તળાજા ખાતે ૧, ભાવનગર તાલુકાના વરતેજ ગામ ખાતે ૭, ભાવનગર તાલુકાના ગુંદી ગામ ખાતે ૧, સિહોર તાલુકાના સોનગઢ ગામ ખાતે ૨, સિહોર તાલુકાના બોરડી ગામ ખાતે ૧, સિહોર તાલુકાના ટાણા ગામ ખાતે ૧, સિહોર તાલુકાના માંડવી ગામ ખાતે ૧, વલ્લભીપુર તાલુકાના પીપળીયા ગામ ખાતે ૧ તેમજ વલ્લભીપુર તાલુકાના લુણધરા ગામ ખાતે ૨ મળી કુલ ૧૦૬ લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

આજરોજ ભાવનગર શહેર ખાતે રહેતા ત્રણ કોરોના પોઝિટિવ દર્દીઓ તેમજ તળાજા તાલુકાના બોરડા ગામ ખાતે રહેતા એક દર્દી, તળાજા તાલુકાના કઠવા ગામ ખાતે રહેતા એક દર્દી અને મહુવા તાલુકાના કંટાસર ગામ ખાતે રહેતા એક દર્દી મળી કુલ છ કોરોના પોઝિટિવ દર્દીઓનું સારવાર દરમ્યાન મોત થયું છે.

આજે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૯૨ અને તાલુકાઓમાં ૪૨ કેસ મળી કુલ ૧૩૪ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. આ દર્દીઓએ હોસ્પિટલામાંથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજિયાત હોમ આઈસોલેશનમાં રહેવાનું રહેશે.
આમ જિલ્લામાં નોંધાયેલા ૯,૯૮૮ કેસ પૈકી હાલ ૧,૮૪૩ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામાં કુલ ૯૮ દર્દીઓના મોત થઈ ચૂક્યા છે.


Related News

Loading...
Advertisement