અડધી રાત્રે 3 વર્ષની દીકરીએ કોરોનાગ્રસ્ત માતાને જોવાની જીદ પકડી: પિતા કાંગારૂ બેગમાં લઈ ગયા

26 April 2021 10:39 PM
Vadodara
  • અડધી રાત્રે 3 વર્ષની દીકરીએ કોરોનાગ્રસ્ત માતાને જોવાની જીદ પકડી: પિતા કાંગારૂ બેગમાં લઈ ગયા

વડોદરા તા.26
હાલ વધતા કોરોના કાળમાં રોજ મજબૂરીના અનેક કિસ્સાઓ સામે આવે છે ત્યારે વડોદરામાં રાત્રી કર્ફયુ દરમ્યાન કોરોનાગ્રસ્ત માતાને મળવાની જીદ 3 વર્ષની પુત્રીએ કરતા પિતા કાંગારૂ બેગમાં લઈ હોસ્પીટલ જવા માટે નીકળી પડયા હતા. રસ્તામાં પિતાને મહીલા પીએસઆઈએ રોકયા અને બાળકીને આ રીતે લઈને કઈ જગ્યાએ લઈ જવાનું પૂછયુ હતું. જો કે સમગ્ર ઘટના સામે આવતા મહિલા પીએસઆઈએ પિતા-પુત્રીને હોસ્પીટલ અને ઘરે જવાની વ્યવસ્થા કરી આપી હતી.વડોદરા ફરણી વિસ્તારમાં આવેલી યજ્ઞપુરુષ રેસીડેન્સીમાં જશવંત પાટીલ, પત્ની અને પુત્રી સાથે રહે છે. જશવંત પાટીલના પત્ની કોરોનાગ્રસ્ત થતા હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. માતાથી દુર થઈ ગયેલી દીકરીએ માતાને મળવાની જીદ પકડી હતી. પિતા અને દીકરીને કાંગારૂ બેગમાં લઈ હોસ્પીટલ લઈ જવા નીકળી પડયા હતા.


Loading...
Advertisement