વિંછીયામાં ગે.કા. પશુઓને કતલખાને લઇ જવાતો ટ્રક ઝડપાયો : કાર્યવાહી

26 April 2021 11:18 PM
Jasdan
  • વિંછીયામાં ગે.કા. પશુઓને કતલખાને લઇ જવાતો ટ્રક ઝડપાયો : કાર્યવાહી

(પિન્ટુ શાહ) વિંછીયા તા. 26
વિંછીયા પોલીસે કતલખાને લઇ જવાતા ચાર બળદો સહીતનાઆઇસર ટ્રકને બે ઇસમો સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.આ અંગે મળતી વિગત મુજબ ગઇકાલ રાત્રીના વિંછીયાના જાગૃત નાગરીકોએ શંકાસ્પદ આઇસર ટ્રક નં. જીજે 16 ઝેડ 99ર4 ને રોકાવી વિંછીયા પોલીસને જાણ કરી પોલીસને સ્થળ પર બોલાવી આઇસરમાં તપાસ કરતા દોરડા વડે ક્રુર રીતે મોઢા બાંધી ઘાસ પાણીની વ્યવસ્થા વગર ચાર નંગ બળદ મળી આવેલ. આઇસરની કેબીનમાં રહેલા ડ્રાઇવર અલ્તાફ ફિરોજ દિવાન જાને મુસ્લીમ ઉ.વ. ર4 રહે. પાલેજ જી. ભરુર તથા અન્ય શખ્સ મહેશ વિનુ વસાવા ઉ.વ. ર8 જાતે આદીવાસી ચકલાદ જી. ભરુચ ની પુછપરછ કરતા કોઇ સંતોષકારક જવાબ ન આપી શકતા અને બળદોને કતલખાને લઇ જતા હોવાનું જણાતા ચાર નંગ બળદ, આઇસર ટ્રક, બે મોબાઇલ વગેરે મુદામાલ કબ્જે કરી બંને આરોપીઓ સામે વિંછીયા પોલીસ સ્ટેશનના એએસઆઇ જેઠાભાઇ સગરામભાઇ ટમાવીયાની ફરીયાદથી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જયારે પકડાયેલા ચારેય બળદોને વિંછીયા મહાજન પાંજરાપોળમાં અભયદાન અપાયુ છે.


Loading...
Advertisement