સુરતમાં એક્સપાયરી ડેટ રેમડેસીવીરની કાળા બજારીનો મામલો : ડોકટર સહિત 4 ઝડપાયા

27 April 2021 04:23 AM
Surat Crime
  • સુરતમાં એક્સપાયરી ડેટ રેમડેસીવીરની કાળા 
બજારીનો મામલો : ડોકટર સહિત 4 ઝડપાયા

બીજા કિસ્સામાં ભાજપના પૂર્વ કોર્પોરેટરનો પુત્ર પકડાયો, 8 ઈન્જેકશન કબ્જે કરાયા

સુરત, તા.26
સુરતમાં એક્સપાયરી ડેટ રેમડેસીવીરની કાળાબજારી કરાયાના બે કિસ્સા સામે આવ્યા છે. જેમાં એકમાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની સંડોવણી ખુલી છે તેની પાસેથી 8 ઈન્જેકશન કબ્જે કરાયા છે.પ્રથમ કિસ્સામાં પીસીબીને માહિતી મળી હતી કે, ઇન્જેક્શનના કાળા બજાર કરનારા એક ઇન્જેક્શન 13 થી 14 હજારમાં વેચી રહ્યા હતાં. બાતમીના આધારે જેનિશ કાકડીયા, ભદ્રેશ નાકરાણી, જૈમિસ જીકાદરા અને ડો. સાહિલ ઘોઘારીની ધરપકડ કરી હતી. તેમની પાસેથી 3 ઇન્જેક્શન જપ્ત કરવામાં આવ્યા છે.


બીજા કિસ્સામાં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કોર્પોરેટર સાધના પટેલનો પુત્ર દિવ્યેશ રેમડેસીવીરનની કાળાબજારી કરતા 8 ઈન્જેકશન સાથે પકડાયો છે. સરથાણા વિસ્તારમાં રહેતા જીગ્નેશ પટેલે તેના મામાના દીકરા માટે રેમડેસિવિર ઇન્જેક્શન મેળવવા માટે દિવ્યેશ સંજય પટેલનો સંપર્ક કર્યો હતો. એક ઇન્જેક્શન દીઠ દિવ્યેશ પટેલને રૂપિયા 7000 હજાર ચૂકવ્યા હતાં. જોકે ડોક્ટરે ઇન્જેક્શન એક્સપાયરી ડેટના હોવાનું જણાવતાં પરત કરી દીધા હતા. ક્રાઈમ પાસે આ મામલો પહોંચતા દિવ્યેશને પકડી લેવાયો છે. પૂછપરછ કરતા તેને જણાવ્યું હતું કે, ઇન્જેક્શન તેમને કે. પી. સંઘવી હોસ્પિટલમાં મેડિકલ સ્ટોરના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ વિશાલ અવસ્થીની પાસેથી લીધા હતાં. વિશાલ અવસ્થીને એક ઈન્જેક્શનના રૂપિયા 5400 ચૂકવ્યા આવ્યા હતા. એક વર્ષથી વિશાલ પાસે ઈન્જેકશનનો હોવાનું ખુલ્યું છે.
------------


Related News

Loading...
Advertisement