જસદણ કોવિડ સેન્ટરમાં જયેશ પરમારની સેવા

28 April 2021 02:30 AM
Jasdan
  • જસદણ કોવિડ સેન્ટરમાં જયેશ પરમારની સેવા

(ધર્મેશ કલ્યાણી) જસદણ તા.27
જસદણમાં દેવશીભાઇ છાયાણીના હીરાના કારખાનામાં ડો.ભરતભાઇ બોઘરા દ્વારા શરૂ કરવામાં આવેલા કોવિડ સેન્ટરમાં જસદણના સેવાભાવી યુવાન જયેશભાઈ બાવાભાઈ પરમાર અનન્ય સેવા આપી રહ્યા છે. તાજેતરમાં તેના કાકા કાળુભાઈનું અવસાન થયું હોવા છતાં તેઓ તેમના કાકા ની અંતિમવિધિમાં જવાને બદલે માત્ર દસ મિનિટ માટે જઈને તેમના અંતિમ દર્શન કરીને તરત જ કોવિદ સેન્ટર ખાતે સેવામાં પરત ફર્યા હતા અને ખરેખર સાચા સેવાભાવથી કોવીદ સેન્ટર ખાતે જયેશભાઇ પરમાર સેવા આપી રહ્યા છે. તેમની સેવા બદલ ડો. પંકજભાઈ કોટડીયા, ડો. કેતનભાઈ સાવલિયા, ડો.મયુરભાઈ ભુવા, નીતિનભાઈ ચોહલિયા, રાજાભાઈ કુંભાણી સહિતના લોકોએ તેમને અભિનંદન પાઠવ્યા હતા.


Loading...
Advertisement