જસદણના ગોંડલાધારમાં પ્રૌઢ પર જૂના ઝઘડાનો ખાર રાખી કૌટુંબીક સંબંધીનો હુમલો

28 April 2021 02:45 AM
Jasdan Crime
  • જસદણના ગોંડલાધારમાં પ્રૌઢ પર જૂના
ઝઘડાનો ખાર રાખી કૌટુંબીક સંબંધીનો હુમલો

ચાર શખ્સો સામે જસદણમાં ફરિયાદ નોંધાઇ : પ્રૌઢને હોસ્પિટલે ખસેડાયા

રાજકોટ તા.27
જસદણના ગોંડલાધારમાં રહેતા કુરજીભાઇ સાતાભાઇ ઝાપડીયા(કોળી)(ઉ.વ.52)નામના પ્રૌઢની ફરિયાદ પરથી ભરત દિનેશ ઝાપડીયા,દિનેશ લીંબાભાઈ ઝાપડીયા,લાલજીભાઈ દિનેશભાઈ અને રાજુ દિનેશ નામના શખ્સોએ જુના ઝઘડાનો ખાર રાખી હુમલો કર્યો હોવાની જસદણ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.


કુરજીભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું મારા પરીવાર સાથે રહુ છું અને મારે ગોંડલાધાર ગામની સીમમાં ફુલઝર ગામે જવાના રસ્તે આશરે અઢી ત્રણ વિઘા જેટલી ખેતીની જમીન આવેલ છે ત્યા મારા પરીવાર સાથે વાડીએ રહું છું અને ખેતીકામ કરી મારુ તથા મારા પરીવારનું ગુજરાન ચલાવું છું.મારે સંતાનમાં બે દિકરા તથા એક દિકરી છે.ગઈકાલે સાંજના આશરે આઠ સાડા આઠ વાગ્યાની આસપાસ હું તથા મારા પરીવારના બધા સભ્યો અમારી વાડીના રહેણાંક મકાને જમતા હતા તે દરમ્યાન અમારા કુટુંબી ભાઇનો દિકરો ભરતભાઇ દિનેશભાઇ ઝાપડીયા અમારી વાડીના રહેણાંક મકાને આવી અને મને તથા મારા દિકરા સાથે બોલાચાલી ગાળાગાળી કરવા લાગેલો હતો તેમ છતા હું કે મારા દિકરા કંઇ પણ બોલ્યા નહિ અને દેકારો થતા આ ભરતભાઇના કાકા સુરેશભાઇ અમારી વાડીએ આવી અને ભરતને સમજાવીને લઇને જતા રહેલા હતા.


ત્યારબાદ અમે બધા અમારા મકાને જ હાજર હતા બાદ આશરે વીસેક મીનીટ પછી આ ભરતભાઇ,તેના બાપુજી દિનેશભાઇ લીંબાભાઇ,તેના ભાઇ લાલજીભાઇ દિનેશભાઇ અને રાજુભાઇ દિનેશભાઇ એમ બધા અમારી વાડીએ આવેલા હતા અને દિનેશભાઇ બધાએ મારા પર હુમલો કરતા આ બધા મારમારવા લાગ્યા હતા અને ત્યારે મારો દિકરો અજય અને રાજેશ,મારી પત્ની હેમીબેન તથા મારા દિકરા અજયના પત્નિ દયા એમ બધા વચ્ચે પડતા આ બધા લોકો તેમની સાથે પણ ઝપાઝપી તથા ગાળાગાળી કરવા લાગેલા હતા.આ દરમ્યાન દેકારો થતા બાજુમાં રહેતા સોમાભાઇ બચુભાઇ ઝાપડીયા વચ્ચે પડતા મને તથા મારા પરીવારના સભ્યો ને વધારે માર માથી છોડાવેલા હતા.તમામ આરોપીઓ એ જુના ઝઘડાનો ખાર રાખી હુમલો કર્યો હતો અને આ હુમલામાં ઘવાતા હોસ્પિટલમાં સારવાર લીધી હતી.


Related News

Loading...
Advertisement