શ્વાસ લેવામાં તકલીફ પડે તો શું કરવું?

28 April 2021 03:28 AM
Health India
  • શ્વાસ લેવામાં તકલીફ પડે તો શું કરવું?

જાણો કોરોનાથી બચવાની ટીપ્સ

રાજકોટ તા.27
હાલમાં ચાલી રહેલ કોરોનાની કપરી પરીસ્થિતિનો સામનો લોકો કરી રહ્યા છે. ઘરે ઘરે ઘરગથ્થુ ઉપચાર પણ કરવામાં આવે છે ત્યારે આપણે અહી જાણીશું. ઈમરજન્સીમાં અગત્યની ટીપ્સ વિશે અચાનક તાવ આવવો, શ્વાસ લેવામાં તકલીફ પડવી, મોઢામાં ખારાશ લાગવી ત્રે અહી જણાવેલ ટીપ્સ ઘણી ઉપયોગી નિવડશે.

કેટલીકવાર રાત્રે એવી પરીસ્થિતિ આવે છે કે વ્યક્તિને અચાનક તાવ આવે ત્યારે થર્મોમીટરથી ટેમ્પ્રેચર માપી શકાય છે. જો શરીરનું તાપમાન 99 ડીગ્રી કરતા વધુ હોય તો સામાન્ય તાવ છે તેવું સાબીત થાય છે. ઈમરજન્સીમાં ઘરમાં થર્મોમીટર રાખવા ખૂબ જ ઉપયોગી છે. આમ તાવ છે કે નહી, શરીરનું તાપમાન કેટલું છે તે જાણવા ઘરમાં બે ડીજીટલ થર્મોમીટર રાખવા જેમાં એક થર્મોમીટર જો કોરોના સંક્રમીત હોય તો તે દર્દી ઉપયોગમાં લઈ શકે.

શરીરનું તાપમાન 99થી100 ડીગ્રી હોય તો તમને સામાન્ય તાવ છે. રાતના સમયે ડોકટર સુધી પહોંચવું મુશ્કેલ હોય અને ખબર પડે કે ઘરના કોઈ સભ્ય તાવ છે તો આ પરીસ્થિતિમાં હંમેશા ઈમરજન્સીમાં 500 મીલીગ્રામની પેરાસીટામોલ ઘરમાં રાખવી. શરીરનું તાપમાન 99થી100 ડીગ્રી ફેરનહીટ જણાય તો સાદા પાણી સાથે પેરાસીટેમોલ લઈને તાવથી રાહત મેળવી શકાય છે. પરંતુ પેરાસીટેમોલ લેતા પહેલા ખાસ ધ્યાન રાખવું કે ભૂખ્યા પેટે દવા લેવી નહી.

* શ્વાસ લેવામાં તકલીફ થવી
જો અચાનક શ્વાસ લેવામાં તકલીફ પડે તો અશ્વગંધા ધૃત 10 એક એક ચમચી દિવસમાં બે વખત ગરમ દૂધ સાથે લેવી. તેમજ તલના તેલમાં ચપટી સીંધાલુ મીઠુ મીક્ષ કરી હળવુ ગરમ કરવું અને આ તેલથી છાતી અને કમર પર હળવા હાથે માલીશ કરવુ.

* તાવ 100 ડીગ્રીથી વધુ ફેરનહીટ હોય તો શું કરવું
જો રાત્રે 100 ડીગ્રીથી વધુ હોય તો ડોકટરની સલાહ વગર દવા લેવી નહી. દર્દીને રાહત મળે તે માટે માથા પર ભીનો ટુવાલ મુકી શકાય છે. આવું અડધી કલાક કરવાથી તાવ 15 મીનીટમાં જ ઓછો થઈ જશે.

વધુમાં જો ગળામાં ખરાશ લાગે તો નવસેકુ પાણી પીવુ અને ઊંઘઋકઊઝ કઘણઊગૠઊજ અથવા ઊંઘઋઘક ટેબલેટ મોઢામાં રાખી ચૂંસવી તેમજ એક નાની ચમચી અજમાને 200 મીલી પાણીમાં પલાળી દેવો તેમાં એક ચપટી મીઠુ નાખી તેને 4થી5 મીનીટ સુધી ઉકાળવુ પછી નવસેકુ થયા બાદ આ પાણીને પીવુ. આવુ દિવસમાં ત્રણ વાર કરવાથી પણ ગળાની ખરાશ ઓછી કરી શકાય છે.

* પાંચ ગ્રામ જેટલો તજને પીસી લેવા ત્યારબાદ તેને 200 મીલીલીટર પાણીમાં ઉકાળવુ. ત્યારબાદ ચપટી એક પીસેલા કાળા મરી અને એક ચમચી મધ નાખી આ પાણીને પીવું. આવું દિવસમાં ત્રણવાર કરવું.

* બે નાની ચમચી મેથીના દાણાને એક લીટર પાણીમાં નાંખી ઉકાળવુ અને ઠંડુ પડયા બાદ આ પાણી દિવસમાં તમારી ઈચ્છા મુજબ પીવુ.

* અડધી ચમચી ચાની ભુકીને પાણીમાં ઉકાળવુ તેમાં ચપટી મીઠુ નાખી આ પાણી તે નવસેકુ પીવાથી પણ ફાયદો થશે.

* લવિંગના પાવડરને ખાંડ આપવા મધ સાથે મીક્ષ કરી દિવસમાં બે થી ત્રણ વાર લઈ શકાય છે.

* ટુથબ્રશનો ઉપયોગ ન કરવો.

* 20 એમએલ નારિયેળ પાણી, તલ, સરસોના તેલને 10 મીનીટ સુધી મોઢામાં ચારે બાજુ ફેરવી, કોગળા કરી થુંકી દેવુ.
આમ આવા ઘણા ઘરગથ્થુ ઉપચારથી ગળાની ખારાશને દુર કરી શકાય છે.


Related News

Loading...
Advertisement