શેરબજારમાં સતત બીજા દિવસે તેજી સેન્સેકસમાં વધુ 500 પોઈન્ટનો ઉછાળો

28 April 2021 05:31 AM
Business Top News
  • શેરબજારમાં સતત બીજા દિવસે તેજી સેન્સેકસમાં વધુ 500 પોઈન્ટનો ઉછાળો

રાજકોટ તા.27
મુંબઈ શેરબજારમાં આજે સતત બીજા દિવસે તેજીનો ઝોક હતો. હેવીવેઈટ શેરોમાં ધુમ લેવાલીથી સેન્સેકસમાં વધુ 500 પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો. શેરબજારમાં આજે માનસ તેજીનું હતું વિશ્ર્વ બજારોનાં પ્રોત્સાહક વલણનો પડઘો હતો. કોરોના તથા વિદેશી નાણા સંસ્થાઓની વેચવાલી જેવા કારણો ડીસ્કાઊન્ટ થયા હતા.

કંપનીઓનાં પરીણામો આકર્ષક આવતા હોવાની સારી અસર હતી. કેટલાંક રાજયોમાં કોરોના લોકડાઉનને કારણે જીડીપી પર અસર થવાની આશંકા-ચેતવણી છતા કોઈ વિપરીત અસર ન હતી. શેરબજારમાં આજે હિન્દાલકો, લાર્સન, ટીસ્કો, અદાણી પોર્ટલ, એકસીસ બેંક, રીલાયન્સ, યશ બેંક, સ્ટેટ બેંક, રીલાયન્સ ઓટો, ભારતી એરટેલ, એચડીએફસી બેંક, લાર્સન, આઈસીઆઈસીઆઈ બેંકમાં ઉછાળો હતો.

વીમા કંપનીઓનાં શેરો દબાણમા હતા. એચડીએફસી લાઈક, એસબીઆઈ બેંક, કોટક બેંક, ડો.રેડ્ડી વગેરેમાં ઘટાડો હતો. મુંબઈ શેરબજારમાં સેન્સીટીવ ઈન્ડેકસ 500 પોઈન્ટના ઉછાળાથી 48885 હતો.નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 150 પોઈન્ટના સુધારાથી 14634 હતો.બેંક નીફટીમાં 414 તથા મીડકેપ ઈન્ડેકસમાં 316 પોઈન્ટનો સુધારો હતો.


Related News

Loading...
Advertisement