હવે આરોગ્ય વીમામાં પણ વેઇટીંગ

28 April 2021 06:13 AM
Health India Top News
  • હવે આરોગ્ય વીમામાં પણ વેઇટીંગ

કોરોના સંક્રમિત દર્દીને વીમો આપવામાં કંપનીઓની આનાકાની

દિલ્હી તા.27
કોરોનામાંથી સાજા થયેલા લોકોને ફરી એક વખત આરોગ્ય વીમો લેવા માટે રાહ જોવી પડશે. આરોગ્ય પોલીસીમાં હાલ 30થી 180 દિવસનું વેઇટીંગ છે. વીમા કંપનીઓ કોવિડ-19થી ઉભરેલા દર્દીઓને નવી આરોગ્ય પોલીસી આપવા માટે આનાકાની કરી રહી છે. આમ કોરોનાથી સાજા થયેલા લોકોને આરોગ્ય વીમો લેવા હવે રાહ જોવી પડશે.પોલીસી બજાર ડોટ કોમમાં હેલ્થ ઇન્સ્યોરન્સના હેડ અમિત છાબડાએ જણાવ્યું કે કોવિડ-19નો નવો સ્ટ્રેનની લાંબાળા ગાળે વ્યકિતઓ પર કેટલી અસર થશે એ કહેવુ મુશ્કેલ છે. આ પરિસ્થિતિમાં વધુ પડતી વિમા કંપનીઓ કોવિડથી સાજા થયેલા દર્દીઓને ફરી વીમો આપવા અસલામતી અનુભવે છે.


વીમા કંપનીઓ આરોગ્ય વીમો લેવા માટેનો સમય ગાળો હવે ત્રણથી 6 મહિનાનો આપી રહી છે. વીમા નિષ્ણાંતોએ જણાવ્યું કે કોરોનાથી સાજા થયેલ લોકોમાં ઘણા પ્રકારની તબીબી મુશ્કેલીઓ જોવા મળે છે. તેવામાં જો વીમા કંપનીઓ આવી જોખમી પોલીસી આપવાનું શરૂ કરે તો કંપનીઓને દાવાની ચૂકવણી કરવામાં ઘણી સમસ્યાઓ થઇ શકે છે.આમ નવી પોલીસી ખરીદતા પહેલા કંપનીઓ હવે વેઇટીંગ પીરીયડ અને ચકાસણી માટે કહી રહી છે. વીમા નિષ્ણાંતોનું કહેવું છે કે જો તમે કોરોના સંક્રમિત થયા નથી અને નવી આરોગ્ય વિમા પોલીસી લેવાનું વિચારી રહ્યા છો તો જરા પણ મોડુ કરશો નહી અને વહેલી તકે આરોગ્ય વિમા પોલીસી લેવા જણાવ્યું હતું.


Related News

Loading...
Advertisement