હનુમાનજી ભકિતનું પ્રતિક છે : પૂ. પારસમુનિ મ.

28 April 2021 06:41 AM
Gondal Dharmik
  • હનુમાનજી ભકિતનું પ્રતિક છે : પૂ. પારસમુનિ મ.

રાજકોટ, તા. 27
ગોંડલ સંપ્રદાયનાં મહામંત્ર પ્રભાવક પૂજય ગુરૂદેવ શ્રી જગદીશમુનિ મહારાજ સાહેબનાં સુશિષ્ય સદગુરૂદેવ પૂ. શ્રી પારસમુનિ મહારાજ સાહેબએ હનુમાન જયંતિનાં અવસરે જણાવેલ કે, ઈન્દ્ર મહારાજાના વજ્રથી તેમના મુખનું નીચેનું જડબુ તુટી જવાથી હનુમાન કહેવાયા. પેોરાણિક માન્યતા પ્રમાણે અગિયારમાં રૂદ્ર અવતાર માનવામાં આવે છે. જૈન દર્શન પ્રમાણે હનુમાન ને સંધ્યાના બદલાતા રંગો જોઈને જાતિ સ્મરણ જ્ઞાન થયું. અને તેઓ સંયમ લઈ સાધના કરી મોક્ષ પધાર્યા.


હનુમાનજી ભકિતનું પ્રતિક છે. પોતે શક્તિશાળી હોવા છતાં, ભગવાન શ્રી રામની આજ્ઞામાં રહેતા હતા. કલિયુગમાં હનુમાનજીનું સ્મરણ આત્માને તારનારૂ છે. શક્તિ હોવા છતા ભકિતમાં લીન રહે છે તે હનુમાન. હનુમાનજીની ભકિત કરતા કરતા વિનય, વિવેક, શ્રદ્ધા, ભકિત, સમર્પણને સદૈવ ઘારણ કરવા, ગુણો પ્રત્યેનો પ્રમોદભાવ જીવનમાં લાવો, ગુણવાન આત્મા પ્રત્યે અત્યંત અહોભાવ લાવો. અવગુણી આત્મા પ્રત્યે માધ્યસ્થ ભાવ લાવો.


હનુમાનજીનાં જન્મદિને તેનું નામ લઈએ, નારા લગાવીએ, નગારા વગાડીએ રજા પાળીએ પણ બધુ જ યંત્રવત થાય છે. હનુમાનજી પ્રત્યે સાચો પ્રેમ, શ્રદ્ધા હજી જાગી નથી. હનુમાનજી એ મન શ્રીરામને સોંપી દીધુ હતું. આપણે તો મનની કેટકેટલી ઈચ્છાઓ લઈને તેમના ચરણમાં જઈએ છીએ. હનુમાનજી કહે છે તમે બધાને અનુકુળ થાવ એની પ્રતિક્રિયા રૂપે ભવિષ્યમાં બધા તમને અનુકુળ થશે. હનુમાન મોક્ષમાં સિધ્ધ અવસ્થામાં બિરાજમાન છે.


હનુમાન મંત્ર સાધના
ૐ હં હં પવનસુતાય હં નમ:
હનુમાનજી કી કૃપા અને સુખ - સમૃધ્ધિ પ્રાપ્ત કરવા માટે આ મંત્ર 41 દિવસ રોજ 21 માળા કરવી જોઈએ. પછી રોજ 5 માળા કરવી.


ૐ હં રામ ભકત હનુમંતા મમ કાર્ય સાધય સાધય નમ:
મન પસંદ વસ્તુની પ્રાપ્તિ માટે આ મંત્ર 65 દિવસ રોજ 11 માળા કરવી જોઈએ. પછી નિયમિત 3 માળા કરવી


ૐ નમો ભગવંતે હં હનુમંતે હં નમ:
દરેક પ્રકારની સુખ સમૃધ્ધિ માટે આ મંત્ર 90 દિવસ રોજ 11 માળા કરવી જોઈએ. પછી રોજ 5 માળા કરવી.


ૐ હં પવનસુતાય મમ કાર્ય કુરુ કુરુ હં નમ:
કઠિનમાં કઠિન કાર્યમાં સફળતા પ્રાપ્ત કરવા માટે આ મંત્ર ની નિયમિત 5 માળા કરવી.


ૐ હં હનુમતે રૂદ્રાત્મકાય હું ફટ્
જયારે શત્રુ વધારે પરેશાન કરતાં હોય અને કોઈ ઉપાય દેખાતો ન હોય જીવન મૃત્યુનો પ્રશ્ન આવી ગયો હોય ત્યારે 1080 વાર આ મંત્ર નાં જપ એકાંત સ્થળે બેસીને ઉત્તર દિશામાં મુખ રાખીને કરવાં. પછી રોજ 5 માળા કરવી.


ૐ નમો હરિ મર્કટ મર્કટાય સ્વાહા
જો આ મંત્ર નાં નિયમિત 540 જપ કરવાં માં આવે તો શત્રુ નાં મન માં તમારા પ્રત્યે દુશ્મનાવટની ભાવના ધીમે ધીમે સમાપ્ત થવા લાગે છે.


ૐ હં હં હં હનુમંતે નમ:
કોર્ટ-કચેરી, સરકારી કામોમાં અડચણ, દરેક પ્રકારના વાદ-વિવાદ, તથા જમીન જાયદાદ સાથે જોડાયેલી પ્રત્યેક સમસ્યા ને માટે 1250 વાર આ મંત્ર નાં જપ એકાંત સ્થળે બેસીને ઉત્તર દિશામાં મુખ રાખીને કરવાં. પછી રોજ 3 માળા કરવી.


ૐ નમો ભગવતે અંજનીપુત્ર મહાબલાય હં સ્વાહા
જો આપ અસાધ્ય બિમારીથી પરેશાન હો તો આ મંત્ર નાં નિયમિત 540 જાપ કરવા.
(તા.ક. બહેનો એ હનુમાનજી ની આરાધના ન કરવી)


Related News

Loading...
Advertisement