કફર્યુમાં છુટછાટ માટે ‘કલર-કોડ’ ધરાવતા સ્ટીકર:પોલીસની પહેલ

29 April 2021 12:29 AM
Ahmedabad Gujarat
  • કફર્યુમાં છુટછાટ માટે ‘કલર-કોડ’ ધરાવતા સ્ટીકર:પોલીસની પહેલ

અમદાવાદમાં અમલ: આરોગ્ય કોર્પોરેશન-ઉર્જા-સહીતની આવશ્યક સેવાના સ્ટીકર ધરાવતા વાહનોને નહી રોકાય

અમદાવાદ તા.28
ગુજરાતમાં કોરોના સંક્રમણને રોકવા માટે 29 શહેરોમાં લોકડાઉન જેવા નિયંત્રણો તથા રાત્રે આઠ વાગ્યાથી કરફયુ લાગુ કરાયો છે. કરફયુ દરમ્યાન આરોગ્ય તથા આવશ્યક સેનાના કર્મીઓને કોઈ હેરાનગતિ ન થાય તે માટે અમદાવાદમાં આવા વાહનો માટે કલર કોડ ધરાવતાં સ્ટીકર આપવાનું નકકી કરાયુ છે.તબીબો, પેરામેડીકલ સ્ટાફ, દવાના દુકાનદારો, ઓકસીજન પરિવહન કરતા વાહનોને લીલા કલરનાં સ્ટીકર અપાશે. કોર્પોરેશન ઉર્જા જેવી આવશ્યક સેવામા સામેલ વાહનોને પીળા કલરના સ્ટીકર અપાશે. આ પ્રકારના સ્ટીકર હોય એટલે દુરથી જ પોલીસ ઓળખી લેશે એટલે તેઓને અટકાવવાનો પ્રશ્ર્ન ઉભો નહિ થાય.


કરફયુનો કડક અમલ કરાવવાના ભાગરૂપે આ વ્યુહ નકકી કરવામાં આવ્યો છે.રાજયના પોલીસ વડા આશીષ ભાટીયાએ તમામ શહેર જીલ્લા પોલીસને કરફયુ ભંગ કરનારા સામે કડક પગલા લેવાનો આદેશ કર્યો છે. ગુપ્તચર વિભાગના અધિકારીઓને પણ તમામ પ્રકારની મુવમેન્ટ પર દેખરેખ રાખવા તથા સીધો રીપોર્ટ કરવા સુચના આપવામાં આવી છે.નિયમોનું કડક પાલન કરાવવાની સાથોસાથ નિયંત્રણોનું ચુસ્તપણે પાલન કરવા માટે લોકોને જાગૃત કરવા પણ પોલીસ વડાએ સુચવ્યુ છે.પોલીસને સહયોગ નહિં આપવાના સામે કડક પગલા લેવાની તાકીદ કરવામાં આવી છે.


Related News

Loading...
Advertisement