જસદણ તાલુકામાં કોરોના બ્લાસ્ટ : 918 કેસ

29 April 2021 01:02 AM
Jasdan
  • જસદણ તાલુકામાં કોરોના બ્લાસ્ટ : 918 કેસ

તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના પ્રસરતા ઘરે-ઘરે દર્દીના ખાટલા

(ધર્મેશ કલ્યાણી)
જસદણ તા.28
જસદણ પંથકમાં કોરોના ના કેસ દિવસે દિવસે વધતા જાય છે કુલ 918 એક્ટિવ કેસ નોંધાયેલા છે. જસદણ શહેર અને તાલુકાના ગામડાઓમાં ઘરે ઘરે માંદગીના ખાટલા છે જસદણ શહેરમાં 540 થી વધારે કોરોના કેસ એક્ટિવ છે જ્યારે જસદણ તાલુકાના ગામડાઓમાં કુલ 378 ઍક્ટીવ કેસ છે. તાલુકાના આટકોટ, વીરનગર, લીલાપુર, કાળાસર, શિવરાજપુર, ભાડલા, જુના પીપળીયા, ગોખલાણા, કમળાપુર સહિતનાં ગામડાઓમાં છેલ્લા દશ દિવસમાં કોરોનાના પોઝિટિવ કેસ મોટા પ્રમાણમાં થયેલા છે. જસદણ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કુલ 28 કોઈ દર્દીઓને દાખલ કરેલા છે જ્યારે ડો. ભરતભાઇ બોઘરાએ કરેલા કોવિડ હોસ્પિટલ માં 122થી વધારે દર્દીઓ સારવાર લઈ રહ્યા છે જ્યારે જસદણની અન્ય ખાનગી હોસ્પિટલમાં 40થી વધારે દર્દીઓ સારવાર લઇ રહ્યા છે આ ઉપરાંત જસદણ શહેર અને તાલુકામાં મળી કુલ 728 જેટલા સામાન્ય કોરોના ધરાવતા દર્દીઓ હોમ કોરોંન્ટાઇલ થઈને ઘરે જ સારવાર લઇ રહ્યા છે. જસદણના સરકારી તેમજ ખાનગી સહિત તમામ હોસ્પિટલમાં ઓક્સિજન વાળા બેડમાં વેઇટિંગ લિસ્ટ લખવામાં આવે છે આ ઉપરાંત જસદણ પંથકમાં કોરોના ની સાથે સાથે સામાન્ય તાવ શરદી ઉધરસ સહિતના વાયરલ ઇન્ફેકશનના કેસો પણ મોટા પ્રમાણમાં હોવાથી ઘરે ઘરે માંદગીના ખાટલા જેવી સ્થીતી સર્જાઇ છે દરમિયાન જસદણ નગરપાલિકાના પ્રમુખ પ્રતિનિધિ અલ્પેશભાઇ રૂપારેલીયાએ જણાવ્યું હતું કે લોકોએ કામ વગર બહાર નીકળવું નહી અને સલામતીના તમામ નિતી નિયમોનો કડક અમલ કરવો જોઈએ. જસદણ બ્લોક હેલ્થ ઓફિસર ડો. સી. કે. રામે જણાવ્યું હતું કે લોકોને સામાન્ય વાઇરલ ઇન્ફેક્શન કે લક્ષણો હોય તો જસદણ સિવિલ હોસ્પિટલ ખાતે ચેક અપ કરાવીને દવા મેળવી લેવી અને લોકોને વેકસીન લેવા પણ ડો.રામે અનુરોધ કર્યો હતો.


Loading...
Advertisement