નિયમોની તો એક બે’ને ત્રણ: રાજકોટમાં પાનની દુકાનો-ચાની કિટલી બિન્દાસ્ત ચાલુ

29 April 2021 01:42 AM
Rajkot
  • નિયમોની તો એક બે’ને ત્રણ: રાજકોટમાં પાનની દુકાનો-ચાની કિટલી બિન્દાસ્ત ચાલુ

રાજકોટ સહિત સમગ્ર ગુજરાત અને તેમાં પણ ખાસ કરીને 29 શહેરોમાં કોરોનાનું સંક્રમણ નહીં પરંતુ અતિક્રમણ જોવા મળતાં સરકાર દ્વારા આ તમામ શહેરોમાં રાત્રિકર્ફયુની સાથે સાથે અનેક કડક પ્રતિબંધો આજથી અમલી બનાવી દીધા છે. સરકાર દ્વારા આદેશ થતાંની સાથે જ પોલીસ દ્વારા પણ જાહેરનામું પ્રસિદ્ધ કરીને તેનું પાલન કરાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. આદેશ અનુસાર રાજકોટ સહિત 29 શહેરોમાં ચાની કિટલી અને પાનની દુકાનને ખોલવા ઉપર પાંચ મે સુધી પ્રતિબંધ હોવા છતાં તે આદેશની એક બે’ને ત્રણ કરીને આજે ચા-પાનની દુકાનો ખુલ્લી જોવા મળી હતી. આજે વહેલી સવારથી જ રાજકોટના પંચનાથ મેઈન રોડ, એસ.ટી.બસ સ્ટેન્ડ પાછળનો વિસ્તાર, પારસી અગીયારી ચોક, લોધાવાડ ચોક, ગોંડલ રોડ, લીમડા ચોક સહિતના વિસ્તારોમાં પાનની દુકાનો અને ચાની કિટલીઓ ખુલ્લી જોવા મળી હતી જે ઉપરોક્ત તસવીરમાં દ્રશ્યમાન થાય છે. (તસવીર: મુકેશ રાઠોડ)

Related News

Loading...
Advertisement