બજારો બંધ: સવારમાં ખુલ્લી ગયેલી દુકાનો પોલીસે બંધ કરાવી

29 April 2021 05:43 AM
Rajkot
 • બજારો બંધ: સવારમાં ખુલ્લી ગયેલી દુકાનો પોલીસે બંધ કરાવી

આવશ્યક સિવાયની માર્કેટો-દુકાનો બંધ રાખવાના મીની-લોકડાઉનનો પ્રારંભ : ખુદ પોલીસ કમિશ્ર્નર સહિતના તમામ અધિકારીઓનું આખા શહેરમાં કોમ્બીંગ: મુખ્યત્વે ચા-પાનના ધંધાર્થીઓએ દુકાન-ગલ્લા ખોલી નાખ્યા હતા તેના શટર પડાવાયા: કેટલાકની અટકાયત- માલસામાન જપ્ત કરાયા: લાઉડ-સ્પીકરથી જાગૃતિ અને એકશનની ચેતવણી

રાજકોટ તા.28
કોરોનાના સંક્રમણને કાબુમાં લેવા ગુજરાત સરકારે જાહેર કરેલા મીની લોકડાઉનનો આજથી પ્રારંભ થયો હતો જેને પગલે શહેરની આવશ્યક ચીજવસ્તુઓ સિવાયની બજારો-દુકાનો બંધ રહ્યા હતા. ચા-પાનના ધંધાર્થીઓએ સવારથી દુકાનો-ગલ્લા ખોલી નાખ્યા હતા પરંતુ પોલીસે ધસી જઈને બંધ કરાવ્યા હતા. ખુદ પોલીસ કમિશ્ર્નર સહિતના અધિકારીઓએ આખા શહેરમાં કોમ્બીંગ-પેટ્રોલીંગ કર્યુ હતું. દુકાનો ખુલ્લી રાખનારા કેટલાકને ચેતવણી આપી હતી અને કેટલાંક સામે અટકાયતી પગલા લઈને કેટલોક માલસામાન પણ જપ્ત કરવામાં આવ્યો હતો.

કોરોનાના ભયંકર સંક્રમણની ચેઈન તોડવા માટે 29 શહેરોમાં લોકડાઉન જેવા નિયંત્રણો લદાયા છે. 5મી મે સુધી તે અમલમાં રહેવાના છે. આજથી તેનો પ્રારંભ થયો છે. અનાજ-કરીયાણા, ખાદ્યચીજો, બેકરી, મેડીકલ સ્ટોર સહિતની આવશ્યક ચીજોને બાદ કરતા અન્ય તમામ દુકાનો-બજારો-કોમ્પ્લેકસ વગેરે બંધ રાખવાની સૂચના છે તે અંતર્ગત ધર્મેન્દ્ર રોડ, સાંગણવા ચોક, ગુંદાવાડી, સોનીબજાર, કંસારાબજાર, રૈયારોડ, કાલાવાડ રોડ, યાજ્ઞીકરોડ, દોઢસો ફુટ રીંગરોડ, સામોકાંઠો, મવડી, ટાગોરરોડ સહિત તમામે તમામ વિસ્તારોની માર્કેટો-દુકાનો સજજડ બંધ રહ્યા હતા.

મોટાભાગના ધંધાર્થીઓએ તો સરકારી આદેશ મુજબ દુકાનો ખોલી જ ન હતી. પરંતુ શહેરના અનેક વિસ્તારોમાં મુખ્યત્વે ચા-પાનના ગલ્લા-દુકાનો ખુલી ગયા હતા. તે પોલીસે બંધ કરાવ્યા હતા અને ફરી ખોલવા સામે કડક ચેતવણી પણ આપી હતી. અનેક સામે અટકાયતી પગલા લઈને માલસામાન જપ્ત કરાયા હતા.પોલીસ કમિશ્નરના મનોજ અગ્રવાલ, જોઈન્ટ પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર તથા મનોહરસિંહ જાડેજા, ટ્રાફીક એસીપી બી.એ.ચાવડા સહીતના તમામ અધિકારીઓ-જવાનોને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. સમગ્ર શહેરમાં પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું.

રેસકોર્ષ કમિશ્નર કચેરીથી કિસાનપરા, રૈયારોડ, રૈયાચોકડી, કેકેવી ચોક, કાલાવડ રોડ, યાજ્ઞીકરોડ, બસસ્ટેન્ડ, કેનાલ રોડ સહિતના વિસ્તારોમાં પેટ્રોલીંગ કર્યુ હતું. રાજકોટમાં આજ સવારથી જ સરકાર દ્વારા લગાવાયેલા પ્રતિબંધોની અમલવારી શરૂ કરાઇ હતી. મોટા ભાગની દુકાનો, શો રૂમ સવારથી ખુલ્યા જ નથી. જોકે શહેરમાં અમુક ચા- પાનની દુકાનો, લારી ગલ્લા ખુલ્લા જોવા મળ્યા હતા. પરંતુ શહેરભરમાં મીની લોકડાઉમાં પોલીસ દ્વારા કડક કોમ્બિંગ કરવામાં આવ્યું હતું અને ખુલી હોય તેવી દુકાનો બંધ કરાવવામાં આવી હતી. ભકિતનગર પોલીસે સમગ્ર વિસ્તારમાં લાઉડ સ્પીકર દ્વારા જે લોકોને છૂટ નથી

તેઓને દુકાન - ધંધા વેપાર બંધ રાખવા જણાવ્યું અને સૂચનાઓ આપી હતી. ઉલ્લેખનીય છે કે, સરકારની ગાઈડલાઈન અને પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલના જાહેરનામા મુજબ મેડિકલ, ફળ, શાકભાજી, કરિયાણા સ્ટોર જેવી જીવન જરૂરિયાત વસ્તુઓ માટે દુકાનો ખુલ્લી રાખી શકાશે. પ્ર.નગર અને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે એસીપી પશ્ચિમ વિભાગ પી. કે.દિયોરાની આગેવાની હેઠળ પોલીસ સ્ટેશનોના અધિકારીઓ તથા કર્મચારીઓએ ફૂટ પેટ્રોલિંગ કરી આંશિક લોક ડાઉનનું પાલન કરાવ્યું હતું. તેમજ જે વેપારીઓને દુકાન બંધ રાખવા બાબતે જાણ ન હોય તેઓને જાહેરનામા સંબંધિત સમજ આપી તથા નિયમોનું ચુસ્તપણે પાલન કરવા સૂચના આપી હતી. આ કામગીરી તમામ પોલીસ મથક વિસ્તારોમાં કરાઈ હતી.

કોઈની શેહશરમ નહીં! ભાજપના મહિલા નેતાના પુત્રની દુકાન પર કાર્યવાહી
ભાજપના મહિલા નેતા કાશ્મીરાબેન નથવાણીના પુત્રની પરફયુમની દુકાન યુનિવર્સિટી રોડ પર ખુલ્લી હોવાનું નજરે ચડયું હતું તે તાત્કાલીક બંધ કરાવવામાં આવી હતી એટલું જ નહીં વગ કે દબાણ વિના જ જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.

ગઇકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ગુજરાતના 29 શહેરોમાં કડક નિયંત્રણો સાથે મીની લોકડાઉનની જેમ આવશ્યક ચીજ વસ્તુઓ સિવાય તમામ બજારો-દુકાનો બંધ રાખવા માટે નિર્ણય લેવાયો ત્યારે આજે સવારથી જ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જોઇન્ટ કમિશ્નર ખુરશીદ અહેમદ, ડે.કમિશ્નર મનોહરસિંહ જાડેજા તથા ડે.કમિશ્નર પ્રવિણ મીણા, તમામ આસી. પોલીસ કમિશ્નરો સહિત રાજકોટ શહેર પોલીસનો કાફલો શહેરના તમામ વિસ્તારોમાં પેટ્રોલીંગ અને દુકાનો-બજારો બંધ કરાવવા કાર્યવાહી હાથ ધરી હતી.

સાધુ વાસવાણી રોડ પર પ્લાસ્ટીક ચીજોનું સેલ ચાલુ હતું
આવશ્યક સિવાયની ચીજવસ્તુઓની દુકાનો-માર્કેટો તથા અન્ય તમામ પ્રવૃતિઓ બંધ રાખવાના આદેશ વચ્ચે પોલીસે પેટ્રોલીંગ કર્યુ હતું તે દરમ્યાન સાધુ વાસવાણી રોડ પર એક સ્થળે પ્લાસ્ટીકનું સેલ ચાલુ હતું. પોલીસ અધિકારીઓએ સંચાલકને કાયદાની સમજ આપીને કાર્યવાહી કરી હતી. પોલીસ એકશનને પગલે સંચાલકે હાથ જોડયા હતા.

આજે વોર્નિંગ કાલથી કાર્યવાહી
ગઈકાલે સરકારે આપેલી ગાઈડલાઈન અને પોલીસ કમિશ્નરના જાહેરનામા અંગે જે વેપારીઓને જાણ નહોતી તેમને પોલીસે નિયમોથી અવગત કર્યા હતા અને હવે દુકાન 5 મે સુધી ન ખોલવા વોર્નિંગ આપી હતી. જેથી લાગે છે કે આજે પોલીસે માત્ર વેપારીઓને વોર્નિંગ આપી દુકાનો બંધ કરાવી હતી. આવતીકાલથી પોલીસ નિયમની કડક અમલવારી કરાવશે. જેથી જે ધંધાર્થીઓને છૂટ નથી અપાઈ તેઓએ દુકાન ન ખોલવા અપીલ કરાઈ છે.

Related News

Loading...
Advertisement