રાજય સરકાર સામે માનવ વધનો ગુનો નોંધવો જોઈએ:અમિત ચાવડા

29 April 2021 05:52 AM
Vadodara
  • રાજય સરકાર સામે માનવ વધનો ગુનો નોંધવો જોઈએ:અમિત ચાવડા

સરકારની ભુલોના કારણે લોકો મરી રહ્યા છે.

વડોદરા તા.28
વડોદરાની સયાજી હોસ્પીટલમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કોરોના દર્દીઓની મુલાકાત લઈ તબીબી સારવાર અને સુવિધાની સમીક્ષા કરી હતી. આ તકે અમિત ચાવડાએ જણાવ્યું છે કે અત્યારે ગુજરાતમાં ગવર્નમેન્ટ ડીઝાસ્ટર છે. ગુજરાત જેવુ સમૃદ્ધ રાજય ઓકિસજનની અછત સામે લડી રહ્યું છે.

ગુજરાતનાં ઓકિસજનની અછતના કારણે 3 દિવસમાં 80 લોકો મોતને ભેટયા છે.સરકારના મિસ મેનેજમેન્ટને કારણે લોકોની હાલત કફોડી બની છે. આ સરકાર સામે માનવ વધનો ગુનો દાખલ થવો જોઈએ. વડોદરાની હોસ્પીટલની મુલાકાત સમયે અમિત ચાવડાએ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. વધુમાં જણાવ્યું હતું કે ભાજપના શાસકોએ 13 મહિના સુધી કોઈ તૈયારી કે વ્યવસ્થા ઉભી ન કરી માત્ર રાજકીય ઉત્સવો અને તાયફા કર્યા.અયોગ્ય આયોજનના કારણે રો લોકો મરી રહ્યા છે

વડોદરામાં રોજ 170 મેટ્રીક ટન ઓકિસજનની જરૂરત છે. ગઈકાલે માત્ર 140 મેટ્રીક ટન સપ્લાય થયુ 30 મેટ્રીક ટન ઓકિસજનની અછત 3 હજાર દર્દીઓને અસર કરશે.40 ટકા રેમડેસીવર ઈન્જેકશન આવે છે. સરકાર સદંતર નિષ્ફળ રહી છે.સરકાર સર્વપક્ષીય બેઠક બોલાવે નિષ્ણાંતોને બોલાવે અને લાંબા ગાળાનું આયોજન કરે સરકાર અહંકાર છોડી મદદ લે અમે મદદ કરવા તૈયાર છીએ.

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે જણાવ્યું હતું કે સરકારને એક વર્ષના સમયમાં ઓકિસજનની વ્યવસ્થા કરવાનો સમય ન મળ્યો. રેમડેસીવીરનુ ઉત્પાદન ગુજરાતમાં થતુ હોવા છતાં લોકોને મળતુ નથી. સરકારની ભુલો માટે માનવ વધનો ગુનો નોંધાવો જોઈએ.


Loading...
Advertisement