વડોદરા રેલવે સ્ટેશન પાસે ગરનાળામાં આગ ભભૂકી : અફરાતફરી મચી

29 April 2021 09:24 AM
Vadodara Gujarat
  • વડોદરા રેલવે સ્ટેશન પાસે ગરનાળામાં આગ ભભૂકી : અફરાતફરી મચી

હોર્ડિંગ્સ બોર્ડમાં આગ લાગી હતી, વાહન વ્યવહાર ખોરવાયો, ફાયર બ્રિગેડની ટીમો દોડી ગઈ હતી

વડોદરા:
વડોદરાના રેલવે સ્ટેશન નજીક આવેલા એક ગરનાળામાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી ગઇ હતી. ફાયરબ્રિગેડની ટીમોએ દોડી જઇ આગ પર કાબુ મેળવવા પ્રયાસો હાથ ધર્યા હતા.

મળતી વિગત મુજબ વડોદરાના રેલવે સ્ટેશન પાસે આવેલા અલકાપુરી ગરનાળામાં બન્ને છેડે લાગેલા લાઇટિંગ વાળા જાહેરાતના હોર્ડિંગ બોર્ડમાં આજે બપોરે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગે વિકરાળ રૂપ ધારણ કરતાં કે રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક સુધી પહોંચી ગઈ હતી. આગ એટલી ભયાનક હતી કે, તેના ધૂમાડા 10 કિલોમીટર દૂર સુધી જોઈ શકતા હતા. જેના પરિણામે ભારે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. બનાવના પગલે ફાયર બ્રિગેડની ટીમોએ આગ પર પાણીનો મારો ચલાવી કાબુમાં લીધી હતી. પ્રાથમિક તપાસમાં હોર્ડિંગમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, વડોદરાના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા માર્ગોમાં અલકાપુરી ગરનાળુ મુખ્ય છે. આગના પગલે અહીં થોડી વાર માટે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો.


Related News

Loading...
Advertisement