ધુમ્રપાન કરનારાઓ સાથે રહેતા લોકોમાં કેન્સર થવાનું જોખમ વધારે : સંશોધન

29 April 2021 11:29 PM
Health India
  • ધુમ્રપાન કરનારાઓ સાથે રહેતા લોકોમાં કેન્સર થવાનું જોખમ વધારે : સંશોધન

નવી દિલ્હી તા. 29 : સીગરેટ પીનારાઓમાં ફેંફસાનું કેન્સર થવાની શકયતા વધારે રહે છે. વિશ્વભરમાં ફેફસાના કેન્સરથી મરનારની સંખ્યા વધુ જોવા મળે છે. ધુમ્રપાન કર્યા સિવાય પણ જો તમારી બાજુમાં કોઇ સિગરેટ પીવે તો તેને પણ કેન્સર થવાનું જોખમ વધારે રહે છે.બ્રિટનમાં તાજેતરમાં એક અભ્યાસ મુજબ ધુમ્રપાન કરનારા લોકો જ નહી પરંતુ તેમની સાથે રહેતા લોકોમાં પણ કેન્સર થવાનું જોખમ વધારે છે.


એક સંશોધન મુજબ જો ધુમ્રપાન ન કરનારા લોકો જો ધુમ્રપાન કરનારાઓ સાથે રહે છે. તેઓમાં પ1 ટકા મોઢાનું કેન્સર થવાનું જોખમ વધુ રહે છે. આ વાતની જાણકારી દરેક લોકોને છે કે ધુમ્રપાનથી ફેંફસા, પેટ, અન્ય મોઢુ, ગળા અને હોઠમાં કેન્સરનું જોખમ રહે છે. આ ઉપરાંત પેસિવ અને સેક્ધડ હેન્ડ સ્મોકીંગથી પણ વ્યકિતમાં કેન્સરનું જોખમ વધારે છે.


કેન્સર થવાના લક્ષણો જુદા જુદા હોય છે. જયા ફેલાય છે તે અસરગ્રસ્ત કોષના પ્રકાર પર આધારીત છે. અમુક પ્રકારના કેન્સર ના લક્ષણો તો લાસ્ટ સ્ટેજમાં હોય ત્યારે જ દેખાય છે. આમ કેન્સરથી બચવા ધુમ્રપાન કરવુ જોઇએ નહી તેમજ ધુમ્રપાન કરનાર વ્યકિત સાથે તેમની સાથે રહેતા લોકોમાં પણ કેન્સર થવાનો ભય રહે છે.


Related News

Loading...
Advertisement