શકય હોય તેટલી ઝડપથી ભારત છોડો: અમેરિકાના નાગરિકોને બાઈડનતંત્રની સલાહ

29 April 2021 11:48 PM
India World
  • શકય હોય તેટલી ઝડપથી ભારત છોડો:
અમેરિકાના નાગરિકોને બાઈડનતંત્રની સલાહ

અમેરિકા ભારતીયો માટે દરવાજા બંધ કરશે! સંકેતભારતમાં તમામ પ્રકારની મેડીકલ સુવિધા હવે જવાબ દઈ રહી છે: પેરીસ-ફ્રેન્કફર્ટ સહિતની વિશ્વની સેવા ઉપલબ્ધ છે: હેલ્પલાઈન જાહેર કરી

નવી દિલ્હી: ભારતમાં કોરોના વધતા જતા સંક્રમણમાં ખતરાની ઘંટી વગાડતા અમેરિકાએ તેના નાગરિકોને શકય હોય તેટલી ઝડપથી ભારત છોડી જવા સલાહ આપી છે. ઉપરાંત હાલ તેના નાગરિકોએ ભારતનો પ્રવાસ નહી કરવા પણ જણાવ્યું છે. અમેરિકાના વિદેશ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી એડવાઈઝરીમાં જણાવ્યું છે કે ભારતમાં તમામ પ્રકારની મેડીકલ સેવાઓ બહુ ઝડપથી મર્યાદીત થવા લાગી છે અને તેથી અમેરિકનોએતમો જે પ્રથમ ફલાઈટ મળે તેમાં ભારત છોડી જવું જોઈએ.


અમેરિકાએ તેના નાગરિકોને સલાહ આપી છે કે ભારતથી અમેરિકા પહોંચવા માટે સંખ્યાબંધ વિમાની સેવાઓ ઉપલબ્ધ છે અને પેરીસ, ફ્રેન્કફર્ટની વિમાની સેવાઓ પણ ઉપલબ્ધ છે. અમેરિકી રાજદૂતાવાસે બહાર પાડેલી યાદીમાં ભારતમાં કોરોનાના કેસ તથા મૃત્યુઆંક રેકોર્ડ સ્તરે વધી રહ્યા હોવાનું અને ટેસ્ટીંગ સહિતની સુવિધા મર્યાદીત બની રહી છે. ખાસ કરીને હોસ્પીટલોમાં બેડ-ઓકસીજન કોવિડ કે નોન કોવિડ બન્ને પ્રકારના દર્દીઓ માટે ઉપલબ્ધ નથી અને અનેક અમેરિકી નાગરિકોને પણ હોસ્પીટલમાં બેડના અભાવે દાખલ કરવાનો ઈન્કાર થયો છે.

અમેરિકાએ તેની ટ્રાવેલ એડવાઈઝરીમાં લેવલ-4 એડવાઈઝરી ઈસ્યુ કરી છે જે સૌથી ઉચ્ચ કક્ષાની હોય છે અને યુદ્ધ સમયે આ પ્રકારની એડવાઈઝરી ઈસ્યુ થાય છે. આ માટે અમેરિકી દૂતાવાસે STEP.at.step.state.gov.  વેબસાઈટ પર નોંધણી કરાવીને ઉપલબ્ધ વિમાની સેવાની માહિતી મેળવી બુકીંગ કરાવી શકાશે તેવું જણાવ્યુ છે.

એરઈન્ડીયા હવે અમેરિકા માટે દર સપ્તાહે 32 નોન સ્ટોપ વિમાની સેવા શરૂ કરશે.અમેરિકા ટુંક સમયમાં જ ભારતીયો કે એનઆરઆઈ સહિતની કેટેગરીના માટે તેના દરવાજા બંધ કરે તેવો ભય છે અને તેથી તે પૂર્વે અમેરિકા પરત જવા માન્ય ભારતીયોએ દૌટ લગાવી છે.બીજી તરફ જર્મનીમાં ભારતથી આવનારા તમામ માટે કોરોના નેગેટીવ રીપોર્ટ અને 14 દિવસનું કોરન્ટાઈન ફરજીયાત બનાવ્યુ છે.


Related News

Loading...
Advertisement