રાજુલામાં પૂ.મોરારીબાપુની શ્રોતા વિહોણી કથા સંપન્ન

30 April 2021 02:24 AM
Amreli Dharmik
  • રાજુલામાં પૂ.મોરારીબાપુની શ્રોતા વિહોણી કથા સંપન્ન

મોરારીબાપુનો વિવેક : આવી સ્થિતિમાં સન્માન ન હોય

અમરેલી તા.29
તાજેતરમાં મોરારીબાપુની શ્રોતા વિહોણી રાજુલા રામકથા સંપન્ન થઈ. તેમાં મોરારીબાપુની વિવેકશૈલીએ સૌને જીવનની એક પદ્ધતિ શીખવાડી.


વાત એમ બની કે મોરારીબાપુની કથા શ્રોતા વિહોણી રાજુલામાં સંપન્ન થવાનો છેલ્લો દિવસ હતો. કથામાં માત્ર ચાર-પાંચ જણ હાજર હતા. જેમાં બે વ્યક્તિતઓ અમેરિકાના યજમાન કાંતિભાઈના પરિવારના હતાં. બે વ્યક્તિતઓ આયોજકો હતાં. છેલ્લે દિવસે આયોજક અંબરીશ ડેર તથા સમિતીએ પ્રસ્તાવ મૂકયો કે અમારેઆયોજકોએ યજમાન પરિવાર કાંતિભાઈ વાણંદનું સન્માન કરવું છે. ત્યારે મોરારીબાપુએ કહ્યું કે આવા સંજોગોમાં ભલે અહીંયા કોઈ નથી તોપણ આપણે સન્માન ન કરી ન શકીએ અને સ્વીકારી પણ ન શકીએ બાપ..! એટલું જ નહીં બાપુએ જયારે રૂપિયા 1 કરોડની આપવાની જાહેરાત કરી ત્યારે તેઓ ભાવુક થઈને કહીં રહ્યાં હતાં કે આવી આપદ્ સ્થિતિમાં આપણે શું કરી શકીએ તો મનને ટાઢક મળે આ તો એક નાનકડું કામ છે. પરંતુ જે લોકો આ મહામારી સામે યોદ્ધાઓ થઈ લડી રહ્યાં છે તેમને સલામ કરવા જ રહ્યાં.


આવી સ્થિતિમાં આજે પણ કેટલાક લોકો પોતપોતાના દિન વિશેષ, નિમણૂંક, સન્માનો, ઉદ્ધાટનના ફોટાઓ અપલોડ કરી રહ્યાં છે. ત્યારે મોરારીબાપુનો વિવેકએ માનવથી છ ફૂટ ઊંચો દેખાયો છે.


Related News

Loading...
Advertisement