શેરબજારમાં તેજી: સેન્સેકસ 50,000 તથા નિફટી 15000 ને વટાવીને ફરી પાછા પડયા

30 April 2021 05:56 AM
Business
  • શેરબજારમાં તેજી: સેન્સેકસ 50,000 તથા નિફટી 15000 ને વટાવીને ફરી પાછા પડયા

બજાજ ગ્રુપનાં શેરોમાં ઉછાળો: બેંક શેરોમાં સાવચેતી

રાજકોટ તા.29
મુંબઈ શેરબજારમાં આજે એપ્રિલ વલણનાં છેલ્લા દિવસે તેજીનો દોર જારી રહ્યો હતો. સેન્સેકસમાં 148 પોઈન્ટનો ઉછાળો હતો. બજાજ ગ્રુપ જેવા કેટલાક હેવીવેઈટ શેરોમાં ધરખમ ઉછાળો હતો.

શેરબજારમાં આજે માનસ સાવચેતીનું હતું એપ્રિલ ફયુચરનો અંતિમ દિવસ હોવાના કારણોસર અનિશ્ર્ચિતતાનો માહોલ હતો. બેતરફી વદઘટ હતી. બજાજ ફીન સર્વીસ તથા બજાજ ફાઈનાન્સમાં તોતીંગ ઉછાળો હતો.જેએસડબલ્યુ સ્ટીલ, ટીસ્કો, રીલાયન્સ, ભારતી એરટેલમાં સુધારો હતો. હીરો મોટો,આઈશર મોટર્સ, એચસીએલ ટેકનો, શ્રી સીમેન્ટ, સ્ટેટ બેંક, સેઈલ લાર્સન નેસલેમાં ઘટાડો હતો. મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 148 પોઈન્ટના ઉછાળાથી 49882 હતો

સેન્સેકસ એક તબકકે ઈન્ટ્રા-ડે 50,000 ને વટાવીને 50375 થયો હતો.ત્યાંથી પાછો પડયો હતો. તે નીચામાં 49535 થયો હતો.નીફટી પણ 15000 ની સપાટી વટાવીને ઉંચામાં 15044 થયા બાદ ગગડીને 14814 થઈને 14916 હતો તે 51 પોઈન્ટનો સુધારો સુચાવતો હતો. માર્કેટની કોરોના પરિસ્થિતિ પર વોચ હોવા છતાં તેનો કોઈ ગભરાટ નથી તેજી ગ્રુપની પકકડને કારણે તેજીને આંચ નથી.


Related News

Loading...
Advertisement