વોટસએપ ગ્રુપ પર બ્લોક થઈ ગયા છો? તો પણ આ ટ્રીકથી મેસેજ મોકલી શકશો!

30 April 2021 06:09 AM
Technology
  • વોટસએપ ગ્રુપ પર બ્લોક થઈ ગયા છો? તો પણ આ ટ્રીકથી મેસેજ મોકલી શકશો!

નવી દિલ્હી તા.29
જો આપના કોઈ મિત્ર કે પરિવારના સભ્યે કોઈ કારણે આપને વોટસએપ પર બ્લોક કરી દીધા છે તો પરેશાન થવાની જરૂર નથી. એક ખાસ ટ્રીકથી એ યુઝરને આપ મેસેજ મોકલી શકશો, જેણે આપને બ્લોક કર્યા છે. આ માટે વોટસએપ પર બ્લોક કરનાર યુઝરને મેસેજ મોકલવા માટે આપે આપના અને તેના કોમન દોસ્ત કે પરિવારના સભ્યની સહાયતા લેવી પડશે. આપે આપના કોમન મિત્ર કે પરિવારના સભ્યને એક વોટસએપ ગ્રુપ બનાવવા માટે કહેવુ પડશે, જેમાં તે ખુદની સાથે સાથે આપને અને તે યુઝરને પણ એડ કરશે, જેણે આપને બ્લોક કર્યો છે. બાદમાં આપનો કોમન મિત્ર કે પરિવારનો સભ્ય ગ્રુપ છોડી દેશે. હવે આ ગ્રુપમાં આપ અને તે યુઝર રહી જશો, જેણે આપને બ્લોક કર્યો છે.


Related News

Loading...
Advertisement