અનુલોમ-વિલોમ : શા માટે અને કેવી રીતે ?

30 April 2021 06:23 AM
Rajkot Health
  • અનુલોમ-વિલોમ : શા માટે અને કેવી રીતે ?

કોરોના ફેફસાને અસર કરે છે : ફેફસામાં સંક્રમણના કારણે શરીરમાં ઓકસીજન લેવલ ઓછું થઇ જાય છે

કોરોનાના પ્રભાવથી કોઇ અજાણ નથી. કોરોના એક ગંભીર મહામારીના સ્વરૂપમાં લોકોને પ્રભાવિત કરી રહ્યા છે. કોરોનાનો સીધો અસર ફેફસા ઉપર થાય છે અને શ્વાસ લેવા અથવા છોડવામાં તકલીફ અનુભવાય છે. એના કારણે શરીરમાં ઓકસીજન લેવલ ઓછું થવા લાગે છે અને પરિસ્થિતિ અત્યંત ખરાબ બની જાય છે.શ્વાસ એ જ જીવન. પ્રાણવાયુ એક માત્ર સાધન છે જેના કારણે માનવને જીવનનો અસ્તિત્વ છે. પ્રાણવાયુનો પ્રવાહને સંતુલિત રાખવું એ અત્યંત જરૂરી છે. પ્રાણાયામ આ એક સરળ અને સહજ પ્રક્રિયા છે જેના માધ્યમથી શરીરમાં પ્રાણવાયુને સંતુલિત રાખી શકાય છે. યોગમાં પ્રાણાયામને મહત્વ આપવામાં આવ્યું છે. જો નિયમિત રીતે પ્રાણાયામના અભ્યાસ કરવામાં આવે તો અનેક લાભ મળી શકે છે.


અનુલોમ-વિલોમ પ્રાણાયામ
યોગ શાસ્ત્ર અનુસાર શરીરમાં બોતેર હજાર નાડીઓ છે જેમાં ઇડા, પીંગલા અને સુષુમ્ના મુખ્ય નાડીઓ માનવામાં આવે છે. પ્રાણાયામ દ્વારા નાડીઓનો શુદ્ધિકરણ થાય છે અને શરીર વ્યાધિમુકત બને છે. યોગમાં રેચક (શ્વાસને બહાર કાઢવું), પુરક (શ્વાસને અંદર લેવું) અને કુંભક (શ્વાસને રોકવું)નો પણ ઉલ્લેખ છે જેનો અભ્યાસ પ્રાણાયામમાં કરવામાં આવે છે. અનુલોમ-વિલોમને નાડી શુદ્ધિ પ્રાણાયામ પણ કહેવામાં આવે છે જેનો અભ્યાસથી નાડીઓ શુદ્ધ થાય છે.

અનુલોમ-વિલોમ કરવાની રીત :

કોઇપણ સ્થિતિમાં જેમ કે સુખાસન, અર્ધ પદ્માસન, પદ્માસન કે વજ્રાસનમાં ટટ્ટાર બેસીને અનુલોમ-વિલોમ પ્રાણાયામ કરી શકાય છે.

 અનુલોમ-વિલોમની વિધિ :
1. ડાબી નાસિકાથી ઉંડો શ્વાસ લેવું
ર. જમણો નાસિકાથી શ્વાસ બહાર કાઢવો
3. જમણો નાસિકાથી શ્વાસ અંદર લેવું
4. ડાભી નાસિકાથી શ્વાસ બહાર કાઢવો.
આ એક આવૃત્તિ કહેવાય છે. આજ રીતે સમયની અનુકુળતા મુજબ પ થી 10 મીનીટ સુધી અનુલોમ-વિલોમનો અભ્યાસ કરી શકાય છે. આ એક સામાન્ય વિધિ છે. પણ આ પ્રાણાયામને રેચક, પુરક અને કુંભકના અભ્યાસ સાથે પણ કરી શકાય છે.
1. ડાભી નાસિકાથી શ્વાસ અંદર લેવું
2. શ્વાસને અંદર રોકવું
3. જમણી નાસિકાથી શ્વાસ બહાર કાઢવું
4. શ્વાસને બહાર રોકવું
5. જમણી નાસિકાથી શ્વાસને અંદર લેવું
6. શ્વાસને અંદર રોકવું
7. ડાભી નાસિકાથી શ્વાસને બહાર કાઢવુ
8. શ્વાસને બહાર રોકવું
રેચક, પુરક અને કુંભક સાથે અનુલોમ-વિલોમનો અભ્યાસ 5 થી 10 મીનીટ સુધી કરી શકાય છે.

 

 

નાસિકા પર હાથની સ્થિતિ :
અનુલોમ-વિલોમ માટે હસ્તમુદ્રાનો વિશેષ મહત્વ હોય છે. જમણા હાથની અંગુલીઓને વિષ્ણુ મુદ્રા બનાવી અંગુઠા જમણા નાસિકા પર સ્પર્શ કરીને રાખવું.

 

ધ્યાન રાખવા યોગ્ય બાબત : હૃદય રોગ, બ્લડ પ્રેશર, અસ્થમા અથવા અન્ય કોઇ ગંભીર બીમારી હોય તો પ્રાણાયામ કરતી વખતે શ્વાસ રોકવું હિતાવહ નથી.
સમય : અનુલોમ-વિલોમ માટે સવારે અથવા સાંજના સમય ઉપયુકત છે.
સ્થળ : હવાદાર સ્થળ પર પ્રાણાયામનો અભ્યાસ કરવો જોઇએ જેથી શુદ્ધ પ્રાણવાયુ મળી શકે છે.
લાભ : અનુલોમ-વિલોમ પ્રાણાયામથી સ્ફુર્તિ વધે છે. થાક ઓછો થાય છે. શરીરમાં પ્રાણઉર્જાનો સંચાર થાય છે. ફેફસાને ફાયદો થાય છે. અનુલોમ-વિલોમ અભ્યાસથી ફેફસા મજબુત બને છે. શ્વાસની તકલીફમાં રાહત આપે છે. શરીરમાં ઓકસીજનનો સ્તર વધારે છે.સ્વસ્થ રહો, પ્રસન્ન રહો અને પ્રાણાયામ કરતા રહો, ભયમુકત બની સ્વાસ્થ્ય પ્રત્યે જાગરૂક રહીને કોરોના જેવી મહામારીથી બચી શકાય છે.
પ્રાણાયામ વિશે માર્ગદર્શન માટે લાઇફ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, પ્રોજેકટ ‘લાઇફ’, રેસકોર્ષ રીંગ રોડ, રાજકોટનો સંપર્ક કરવા અનુરોધ છે. સંપર્ક : ફોન નં. 0281-2479133, મો. 8511331133
લેખક : રાજીવકુમાર મિશ્રા, યોગ પ્રોફેશનલ, લાઇફ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પ્રોજેકટ ‘લાઇફ’, રેસકોર્ષ રીંગ રોડ, રાજકોટ.


Related News

Loading...
Advertisement