ઈન્ડિયન આઈડલ-12 ના વીક એન્ડ એપિસોડમાં નવા ફેરફાર

30 April 2021 10:28 PM
Entertainment
  • ઈન્ડિયન આઈડલ-12 ના વીક એન્ડ એપિસોડમાં નવા ફેરફાર

એન્કર આદિત્ય નારાયણનું પુનરાગમન:જજ હિમેશ રેશમીયા, વિશાલ ડડલાણી, નેહા કકકરના સ્થાને અન્નુ મલીક, મનોજ મુંતશીર

મુંબઈ: સોની ટીવીના લોકપ્રિય શો ઈન્ડીયન આઈડલ-12 ના વીક એન્ડ એપીસોડમાં આ વખતે ઘણા ફેરફારો જોવા મળશે.કોરોનાથી સ્વસ્થ થઈને એન્કર-ગાયક-એકટર આદિત્ય નારાયણ શોમાં વાપસી કરી રહ્યો છે તો કોરોનાનો સામનો કરી સ્વસ્થ થયેલા બે સ્પર્ધકો પવનદીપ રાજન અને આશીષ કુલકર્ણી પણ શોમાં પાછા ફરી રહ્યા છે વીક એન્ડ એપીસોડમાં જજ નેહા કકકર, વિશાલ ડડલાણી, હિમેશ રેશમીયાની ગેરહાજરી રહેશે. તેમના સ્થાને જાણીતા મ્યુઝીક ડાયરેકટર અન્નુ મલ્લીક અને ગીતકાર મનોજ મુંતશીર જજની ખુરશી પર બેસશે. વિશાલ અને હિમેશની ગેરહાજરી પાછળ એવુ કારણ જાણવા મળ્યુ છે કે શોનું શુટીંગ હાલ દમણમાં થઈ રહ્યું છે અને હિમેશ અને વિશાલ દમણમાં પ્રવાસ કરવાનથી માગતા.આદિત્યે શોને ફરી ચેઈન જોઈન કરતાં જણાવ્યું હતું કે કવોરન્ટાઈન દરમ્યાન મેં સ્પર્ધકો, જજો, સંગીતકારો અને પુરી ઈન્ડીયન આઈડલ ટીમનો સાથ ગુમાવ્યો હતો.હવે સારૂ લાગે છે કે હું સ્ટેજ પર પાછો ફરી રહ્યો છું.


Related News

Loading...
Advertisement