વિંછીયામાં આજથી ચાર દિવસ સંપૂર્ણ લોકડાઉન રહેશે

01 May 2021 01:34 AM
Jasdan
  • વિંછીયામાં આજથી ચાર દિવસ સંપૂર્ણ લોકડાઉન રહેશે

કોરોનાના સંક્રમણની ચેન તોડવા

(પિન્ટુ શાહ) વિંછીયા તા. 30 : વિંછીયા તથા તાલુકામાં વધતા કોરોના સંક્રમણની ચેન તોડવા તા. ર9 થી ર સુધી ચાર દિવસનું સંપુર્ણ લોકડાઉન અહીંના વેપારીઓએ આપતા આજે બીજા દિવસે વિંછીયા સજજડ બંધ રહયુ છે. વિંછીયા તથા તાલુકાના ગામડાઓમાં કોરોનારૂપી રાક્ષક અનેક લોકોના જીવ ભરખી ગયો છે ! ! આ પંથકના લોકો કોરોના ભય અને ટપોટપ મોતથી ફફડી ગયા છે. વિંછીયા તથા તાલુકાના ગામોમાં તાવ, શરદી, ઉધરસના કોરોના શંકાસ્પદ દર્દીઓ વધી રહયા છે. બીજી તરફ રાજકોટ જીલ્લાના વિંછીયા તાલુકામાં સૌથી ઓછુ કોરોના રસીકરણ થયુ છે ! ! અત્રે ઉલ્લેખનીય રહે કે વિંછીયામાં છેલ્લા ર0 દિવસથી બપોરના 1 વાગે સમગ્ર ગામ બંધ તેમજ શનિ-રવિ સંપુર્ણ લોકડાઉન અને હવે ચાર દિવસનું સંપુર્ણ લોકડાઉન કરાતા સતત બંધથી નાના મધ્યમ વેપારીઓમાં કચવાટ અને ગણગણાટ શરુ થયાનું જાણવા મળે છે. જો કે કોરોના ભયની સાથે રોટલાની ચિંતા પણ લોકોને સતાવે છે ! !


Loading...
Advertisement