ટાટા-રીલાયન્સ બાદ હવે અદાણી ગ્રુપ કોવિડ હોસ્પીટલ ઉભી કરશે

01 May 2021 05:50 AM
Ahmedabad Gujarat
  • ટાટા-રીલાયન્સ બાદ હવે અદાણી ગ્રુપ કોવિડ હોસ્પીટલ ઉભી કરશે

અમદાવાદમાં અદાણી વિદ્યામંદિરમાં ઓકસીજન સુવિધા સાથે કોવિડ કેર કાર્યરત કરશે

રાજકોટ તા.30
કોરોનાના ભયાનક તાંડવને પગલે ગુજરાતમાં બેડથી માંડીને ઓકસીજન સહિતની મેડીકલ સુવિધાઓની અછત ઉભી થઈ છે ત્યારે એક પછી એક મોટા ઉદ્યોગપતિઓ સરકારની વ્હારે આવવા લાગ્યા છે. હવે અદાણી જુથે અમદાવાદમાં કોવિડ હોસ્પીટલ શરુ કરવાની જાહેરાત કરી છે.દેશના ટોચના ઉદ્યોગજૂથ ટાટા ગ્રુપે ગાંધીનગર સ્થિત હોસ્પીટલની જવાબદારી સંભાળી જ છે. રીલાયન્સે ઓકસીજન પુરો પાડવાની સાથોસાથ જામનગરમાં કોવિડ હોસ્પીટલ તૈયાર કરવાનું યુદ્ધના ધોરણે શરુ કર્યુ છે. હવે અદાણી ગ્રુપ દ્વારા અમદાવાદના અદાણી વિદ્યામંદિર સંકુલમાં કોવિડ હોસ્પીટલ ઉભી કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. આ કોવિડ કેર સેન્ટરમાં ઓકસીજન સુવિધા પણ ઉપલબ્ધ હશે અને તેનું સંચાલન પણ કંપની જ સંભાળશે.નવા-નવા ઉદ્યોગગૃહો તથા વેપાર ઉદ્યોગકારોએ રાજયના વિવિધ શહેરોમાં કોરોના હોસ્પીટલ સ્થાપવાનું શરૂ કરતા આવતા દિવસોમાં સરકારી સુવિધા પરનું ભારણ ઘટી શકે છે. બેડ નહીં મળવાની કિલ્લત પણ દૂર થઈ શકશે.


Related News

Loading...
Advertisement