રાજયના એક લાખ કોરોના વોરીયર્સને જીવન જરૂરી વસ્તુઓની કિટ અપાશે : રાજયપાલ

01 May 2021 06:49 AM
Ahmedabad Gujarat
  • રાજયના એક લાખ કોરોના વોરીયર્સને જીવન જરૂરી વસ્તુઓની કિટ અપાશે : રાજયપાલ
  • રાજયના એક લાખ કોરોના વોરીયર્સને જીવન જરૂરી વસ્તુઓની કિટ અપાશે : રાજયપાલ

રાજયપાલ અને મુખ્યમંત્રી દ્વારા કિટનો પ્રથમ જથ્થો રવાના : મહામારીમાં ખડેપગે રહી સેવા આપનારાઓને કિટ અપાશે

ગાંધીનગર, તા. 30
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગત 14 એપ્રિલના રોજ દેશના તમામ રાજ્યો ના ગવર્નર સાથે મહત્વની બેઠક કરી હતી જેમાં કોરોના માટે સેવાયજ્ઞ શરૂ કરવાનું આહવાન કર્યું હતું જેના પગલે આજે રાજ્યના ફ્રોન્ટ લાઇન તબીબી કોરોના વોરિયર્સ માટે અલગ અલગ સંસ્થાઓની મદદથી 11 હજાર કીટનો પ્રથમ જથ્થો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની દ્વારા રવાના કરવામાં આવ્યો હતો.

ગાંધીનગર રાજભવન ખાતે આયોજિત આ કાર્યક્રમમાં કોરોના મહામારીમાં ખડેપગે સેવાઓ આપતા તમામ હોસ્પિટલના કર્મચારીઓ, વોર્ડ બોય, નર્સ, એમ્બ્યુલન્સ ચાલકો અને સફાઈ કર્મચારીઓ માટે આરોગ્ય લક્ષી અને આવશ્યક ન્યુટ્રિશિયન ચીજ વસ્તુઓનો પ્રથમ જથ્થો રવાના કરવામાં આવ્યો હતો, આ પ્રસંગે રાજ્યના ગવર્નર આચાર્ય દેવવ્રતજીએ મીડિયા સાથે સંવાદ કરતા પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા અને માહિતી આપતાં જણાવ્યું હતું કે

સમગ્ર દેશ અને ગુજરાતમાં આજે કોરોનાની મહામારી ચાલી રહી છે જેમાં પોતાના જીવના જોખમે મૂકી તબીબી સેવા સાથે સંકળાયેલા કર્મચારીઓ નિસ્વાર્થ સેવા કરી રહ્યા છે ત્યારે તેમનું મનોબળ મજબૂત કરવા માટે ગુજરાત પ્રદેશ તરફથી 1લાખ કોરોના વોરિયર્સ માટે જીવનજરૂરી ચીજવસ્તુઓની કિટ આપવાનો નિર્ણય કરવામાં આવે છે જોકે આ સેવાયજ્ઞ થી ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ ને તેમની પડખે ઊભો છે એવો અહેસાસ થશે અને એટલે

જ આજે 11 હજાર કીટ નો પ્રથમ જથ્થો રવાના કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. આ તબક્કે તેમણે સેવા યજ્ઞમાં જોડાયેલી સ્વૈચ્છિક સંસ્થાઓ નો આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે રાજ્યમાં કામ કરતી અલગ-અલગ સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ અલગ-અલગ મોટી કંપનીઓ ના સહયોગથી આ સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે.
બીજી તરફ તેમણે જણાવ્યું હતું

કે હજુ આ સેવાયજ્ઞ ના ભાગરૂપે 10 દિવસના સમયાંતરે વધારાની 9 ખેપ દ્વારા રાજ્યના કોરોના વોરિયર્સ ની કીટ વિતરણ કરવામાં આવશે. બીજી તરફ પ્રાકૃતિક ખેતી કરતા 1.50 લાખ ખેડૂતો સાથે વિડિયો કોન્ફરન્સ માધ્યમથી સંવાદ કર્યો હતો અને ગામડાઓની અંદર કોરોના ફેલાય નહીં તે માટે જનજાગૃતિ અભિયાન શરૂ કરવાનું આહવાનની સાથે સાથે ગામડાઓ પોતાની રીતે ગામડે ગામડે આઇસોલેશન સેન્ટરો ઉભા કરે તે માટે આચાર્ય દેવ વ્રત જી એ પ્રેરિત કર્યા હોવનો સ્વીકાર કર્યો હતો.


Related News

Loading...
Advertisement