દેશના બે મીડિયા જૂથના ટોચના પત્રકારોનું આજે કોરોનાથી નિધન : મીડિયા જગતમાં શોક

01 May 2021 07:31 AM
India
  • દેશના બે મીડિયા જૂથના ટોચના પત્રકારોનું આજે કોરોનાથી નિધન : મીડિયા જગતમાં શોક
  • દેશના બે મીડિયા જૂથના ટોચના પત્રકારોનું આજે કોરોનાથી નિધન : મીડિયા જગતમાં શોક

આજતકના ટેલિવિઝન એંકર રોહિત સરદાના અને દિલ્હી ટાઈમ્સ ઓફ ઈન્ડીયાના સિનિયર પત્રકાર નીલાક્ષી ભટ્ટાચાર્યનું આજે કોરોનાથી નિધન

ન્યુ દિલ્હી :

આજતકના ટેલિવિઝન એંકર રોહિત સરદાના અને દિલ્હી ટાઈમ્સ ઓફ ઈન્ડીયાના સિનિયર પત્રકાર નીલાક્ષી ભટ્ટાચાર્યનું આજે કોરોનાથી નિધન થયેલ છે.

રોહિત સરદાનાને આજે સવારે હૃદયરોગનો હુમલો આવતા નિધન થયેલ. તો બીજી બાજુ મૂળ આસામના નીલાક્ષી ભટ્ટાચાર્ય આજે સવારે દિલ્હીમાં કોરોના નો સારવાર દરમ્યાન અંતિમ શ્વાસ લીધા. તેઓના પતિ કલ્યાણ બરુઓ જેઓ 'ધી આસામ ટ્રિબ્યુન' ના દિલ્હી બ્યુરો ચીફ છે તેઓ પણ હાલ કોરોના સારવારમાં ક્રિટીકલ છે.

આસામના મુખ્યમંત્રી સરબાનંદ સોનોવાલે ટ્વીટ કરી બન્ને દિવંગત પત્રકારોને શ્રદ્ધાંજલિ પાઠવી.

છેલ્લા એક વર્ષમાં ૧૦૧ પત્રકારોનાં અવસાન થયા છે જેમાંથી ચાલુ એપ્રિલ મહિનામાં જ 52 પત્રકારોએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે.

સૌથી વધુ પત્રકારો જે રાજ્યમાં મૃત્યુ પામ્યા છે તેમાં ઉત્તર પ્રદેશમાં ૧૯, તેલંગાણામાં ૧૭, મહારાષ્ટ્રમાં ૧૩, ઓડિશામાં ૯, દિલ્હીમાં ૮ અને આંધ્ર પ્રદેશમાં ૬ પત્રકારોના અવસાન થયા છે.

પ્રિન્ટ મીડિયા, ટેલિવિઝન મીડિયા, રેડિયો, ડિજિટલ, આઉટ ડોર સાથે સંકળાયેલા તમામ લોકો પોતાના જીવને જોખમમાં મૂકી સતત ખડેપગે રહી છેલ્લા એક વર્ષથી આ મહામારી દરમ્યાન એક એક અપડેટ્સ - ન્યુઝ લોકો સુધી પહોંચાડી રહ્યા છે. તમામ મીડિયા મિત્રોની ખુમારી, હિંમત અને સમર્પણ ભાવનાને સલામ.

'સાંજ સમાચાર' કોરોના મહામારી દરમ્યાન તમામ મીડિયા મિત્રો તથા તેના પરિવારોમાં અવસાન પામેલ સ્વજનોને શ્રદ્ધાંજલિ પાઠવે છે.

 


Related News

Loading...
Advertisement