મુંબઈ સાગા: મગજને નેવે મૂકીને જોઈ શકાય એવી ફિલ્મ!

01 May 2021 05:10 AM
Entertainment
  • મુંબઈ સાગા: મગજને નેવે મૂકીને જોઈ શકાય એવી ફિલ્મ!
  • મુંબઈ સાગા: મગજને નેવે મૂકીને જોઈ શકાય એવી ફિલ્મ!

કાંટે  કાબિલ    શૂટઆઉટ એટ લોખંડવાલા  શૂટઆઉટ એટ વડાલા જેવી ગેંગસ્ટર વાળી એક્શન પેક ડાર્ક અને ઇંટેન્સ ફિલ્મોની વિશેષતાયુક્ત એવા સંજય ગુપ્તા ફરીવાર મુંબઈ સાગા થકી પોતાના જૂના અંદાજમાં જોવા મળ્યા છે. મુંબઈના અંડરવર્લ્ડ અને એની અંધકારભરી દુનિયા સંજય ગુપ્તાના મનપસંદ વિષયો છે. અહીં પણ એ જ પસંદ છલકાઈ ઊઠે છે.મુંબઈ સાગા અમર્ત્ય રાવ (જ્હોન અબ્રાહમ) જેવા શાકભાજી વહેંચનાર સામાન્ય વ્યક્તિની ગેંગસ્ટર બનવાની વાર્તા છે. ફિલ્મ માં 80ના દશક નું મુંબઈ બતાવ્યુ છે. ફિલ્મની શરૂઆત હત્યાના રૂવાડા ઊભા કરી દે એવા દ્રશ્યથી થાય છે. ફર્સ્ટ હાફ સુધી ધમાકેદાર એક્શન અને ઇમોશન પ્રેક્ષકોને જકડી રાખે છે.

ફિલ્મમાં પાત્રો ના ગેટઅપ, એક્શન અને ડાઇલોગથી ફિલ્મમાં પ્રાણ પૂરી દેવા એ તો સંજય ગુપ્તાની આગવી વિશેષતા છે. પરંતુ મુશ્કેલી ત્યાં પડે છે જ્યારે એવું લાગે કે આ કેટલીયે વાર જોયેલ વાર્તા ફરી જોઈએ છીએ. સંજય ગુપ્તા ની વાર્તામાં નવીનતાનો અભાવ છે. સેકંડ હાફમાં તરત જ ઘટનાક્રમ બદલતા વાર્તા ગૂંચવાઇ જાય છે. નિર્દેશક એ ક્લાઇમૈક્સ પોતાના આગવા અંદાજ માં રાખેલ છે. ‘બંદૂક સે નીકલી ગોળી ના ઈદ દેખતી હૈ ના હોલી’, ‘મરાઠી કો જો કોઈ રોકેગા મરાઠી ઉસે ઠોકેગા’ જેવા સંવાદ ફ્રંટ બેંચર્સ ને ધ્યાન માં લઈ ને લખાયા છે. ફિલ્મ નો લૂક સંપૂર્ણ રીતે 80 ના દશક ની ફીલ આપે છે. મ્યુઝિક ની વાત કરીએ તો પાયલ નેગી દ્વારા ગાયેલું ‘ડંકા બજા’ વાર્તા ને આગળ લઈ જાય છે, પણ હની સિંહ ના અવાજ માં ‘શોર મચેગા’ અચાનક જ આવી જાય છે.


એક્શન ના હાહાકારી દ્રશ્યોમાં એક બેરહમ ગેંગસ્ટર તરીકે જોન અબ્રાહમ એકદમ ફિટ બેસે છે. ઇમરાન હાશમી ની એન્ટ્રી મોડે થી થાય છે, પરંતુ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ ઓફિસર ના રૂપ માં તેઓ રંગ જમાવી દે છે. જોન અને ઇમરાન ની જુગલબંધી મજા કરાવે છે. મહેશ માંજરેકર કિંગમેકર ના રૂપ માં જામે છે. અમોલ ગુપ્તે ગાયતોંડે નું પાત્ર સજાવે છે. કાજલ અગ્રવાલ અને અંજના સુખાની જેવા ફિમેલ પાત્રો ને કઈક વધુ કરવાની તક મળી નથી. પ્રતિક બબ્બર, રોહિત રોય, ગુલશન ગ્રોવર જેવા કલાકારો એ પાત્રો સાથે ચોક્કસ ન્યાય કર્યો છે. સુનિલ શેટ્ટી મહેમાન કલાકાર છે.જો તમે એક્શન ના શોખીન અને જોન અબ્રાહમ તથા ઇમરાન હાશમીના ફેન હોય તો આ ફિલ્મ જરૂર થી જોવી જોઈએ.bhattparakh@yahoo.com

: ક્લાયમેક્સ:
‘મુંબઈ સાગા’ આમ તો કોરોનાની પહેલી લહેર પછી થિયેટરમાં રીલિઝ થઈ હતી, પરંતુ તાજેતરમાં તેને ‘એમેઝોન પ્રાઇમ વીડિયો’ પર રીલિઝ કરવામાં આવી છે.

કેમ જોવી?: લોજિક વગરની મારધાડ ધરાવતી ફિલ્મોના શોખીન હો તો!
કેમ ન જોવી?: ઔર ભી કોન્ટેન્ટ હૈ દુનિયા મેં, ‘મુંબઈ સાગા’ કે અલાવા!
Related News

Loading...
Advertisement